પુત્ર કામ ધંધો કરતો ન હોય તેના પિતાનો કુહાડી વડે જીવલેણ હુમલો

જાફરાબાદના વારાહસ્વરૂપમા રહેતો એક યુવક કેાઇ કામ ધંધો કરતો ન હોય તેના પિતાએ કુહાડીના છ ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા તેણે સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો. આ બારામા તેની સામે જાફરાબાદ મરીન પોલીસમા ફરિયાદ નોંધાવાઇ છે. અહી રહેતા જીવુબેન બાબુભાઇ સાખંટ (ઉ.વ.૪૫) નામના મહિલાએ જાફરાબાદ મરીન પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેનો દીકરો રામભાઇ છેલ્લા ઘણા સમયથી મજુરી કામે જતો ન હોય અને કાંઇ કામ ધંધો કરતો ન હોય તેના પિતા બાબુભાઇ અવારનવાર તેને ટોકતા હતા. જો કે તેમ છતા આ યુવક કોઇ કામ ધંધો કરતો ન હોય તારીખ ૩/૧૦ના રોજ બપોરે રામ ઘરે સુતો હતો ત્યારે તેના પિતા બાબુભાઇએ તેની સાથે બોલાચાલી કરી કુહાડીના છ ઘા ઝીંકી દઇ ગંભીર ઇજા પહોંચાડી હતી. ઘટનાની જાણ થતા તેના માતા જીવુબેન સહિત લોકો ઘરે દૃોડી આવ્યા હતા.