અમરેલી આ બાવલી ગેંગના નામે જાણીતી ગેંગનાં મુખ્ય આરોપી ચંદુ તથા તેની પત્ની બાવલી ઉર્ફે ઉજીબેન આગલા દિવસે વાડી વિસ્તારમાં રહેતા હોય, અથવા એકબાજુ અવાવરૂ જગ્યા વાડી વિસ્તારમાં મકાન હોય, તેની રેકી કરી બીજા દિવસે તેનાં સગા વ્હાલાઓને લઇને લૂંટને અંજામ આપવા માટે મોટર સાયકલ ઉપર મુસાફરી કરી જતા હતા અને રસ્તામાંથીતથા ખેતરોમાંથી જે હથિયાર મળે તે લઇ લેતા અથવા બાવળનાં ઘોકા કાપી રાત્રીનાં સમયગાળા દરમ્યાન નિંદ્રામાં સુતેલ વ્યકતિનાં માથામાં આડેઘડ માર મારી ઈજા કરી કાન, કાપી તથા પગમાં તથા હાથનાં કડલા પકડ વડે પહોળા કરી લૂંટ કરી નાશી જતા હતા. તેમજ રાત્રીનાં સમયગાળા દરમ્યાન લુંટને અંજામ આપતી વખતે બાવલી ઉર્ફે ઉજીબેન પુરૂષનાં કપડા ઘારણ કરતી હતી. જેથી તેની ઓળખ ન થઇ શકે અને આ બઘા બનાવોમાં તેનાં દિકરાઓ તથા જમાઇઓ તથા ભાઇનો પરિવાર મળી લૂંટનાં ઈરાદે હત્યાઓને અંજામ આપેલ હતો.અમરેલી એસ.ઓ.જી.નાં પોલીસ સબ ઈન્સ.શ્રી આર.કે.કરમટા તથા ટીમ એસ.ઓ.જી.ના પ્રકાશભાઇ જોષી તથા /51 હેતલબેન કોવાડીયા તથા હેડ કોન્સ. રાહુલભાઇ ચાવડા તથા ભાસ્કરભાઇ નાંદવા, જયસુખભાઇ આસલીયા, સંજયભાઇ પરમાર તથા ભગવાનભાઇ ભીલ તથા કિશનભાઇ હાડગરડા, તથા જયરાજભાઇ વાળા ગીરીરાજસિંહ જાડેજા, ગોકળભાઇ કળોતરા, દશરથસિંહ સરવૈયા, સુરેશભાઇ ચૌહાણ, તુષારભાઇ પાચાણી, જેશીંગભાઇ કોચરા, દેવેન્દ્રસિંહ ગોહિલ, કેતનભાઇ ગરણીયાએ બાતમી તથા ટેક્નિકલ વૈજ્ઞાનિક પધ્ધતિથી પકડી આરોપીઓ પાસેથી કુલ મુદ્દામાલ સહિત કિ.રૂ.4,90,671/- નો રીકવરકરેલ હતો.