પુલવામામાં આતંકીઓનો સીઆરપીએફ જવાનો પર ગ્રેનેડ હુમલો: સાત નાગરિક ઘાયલ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ નિર્દૃોષ નાગરિકોને નિશાન બનાવ્યા છે. આતંકીઓએ પુલવામાના ત્રાલ બસ સ્ટેન્ડ તૈનાત સુરક્ષાબળો પર હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો. આ ઘટનામાં ૭ નાગરિક ઘાયલ થઇ ગઇ છે. તેની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અવંતીપોરાના એસએસપી તાહિર સલીમે કહૃાું કે આતંકીઓએ સીઆરપીએફ પાર્ટી પર ગ્રેનેડથી હુમલો કર્યો. સીઆરપીએફની ટુકડી ત્રાલ બસ સ્ટેન્ડ પર તૈનાત હતી. જો કે આતંકીઓ નિશાન ચૂકી ગયા અને સુરક્ષાકર્મી માંડ માંડ બચી ગયા. પરંતુ આતંકીઓ દ્વારા ફેંકાયેલા ગ્રેનેડ રસ્તા પર ફાટી ગયા અને તેની ઝપટમાં ૭ નાગરિક આવી ગયા.

સુરક્ષાબળોએ તરત જ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓને દબોચવા માટે સર્ચ અભિયાન શરૂ કરી દીધું છે. પોલીસના મતે આતંકીઓએ મોકો જોઇ સુરક્ષાબળોને નિશાન બનાવાની કોશિષ કરી. જો કે તેઓ નિશાન ચૂકી ગયા. સુરક્ષાબળ જ્યાં સુધી આતંકીઓ પર જવાબી કાર્યવાહી કરે ત્યાં સુધીમાં તો તેઓ ભાગી ગયા.

આ બધાની વચ્ચે આતંકીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડ ફાટી ગયા. ઘટનાસ્થળની પાસે બસ સ્ટેન્ડ હોવાના લીધે ત્યાં કેટલાંય લોકો હાજર હતા. આ લોકો ગ્રેનેડની ઝપટમાં આવી ગયા. તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસ અને સુરક્ષાબળવાળા વાહનોને ચકાસી રહૃાા છે.

ઘટના બાદ પોલીસે બસ સ્ટેન્ડની નજીક સુરક્ષા વધારી દીધી છે. અહીં સુરક્ષાબળોને તૈનાત કરી દેવાયા છે.