પુલવામામાં આતંકી હુમલો: બે જવાન શહિદ,૫ ઘાયલ

જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આજે સોમવારે ફરી સુરક્ષાદળ CRPF પર આંતકી હુમલો થયો હતો. આ જિલ્લાના પંપોરમાં કાંધીજલ પુલ પાસે આંતકીઓએ CRPF ની ૧૧૦ બટાલિયન પર ઘાતકી હુમલો કર્યો હતો. આ આંતકી હુમલામાં ભારતીય CRPF ના બે સૈનિક શહીદ થયા અને પાંચ સૈનિકો ઘાયલ થયા હતા. થયા હતા.

સોમવારે સીઆરપીએફની રોડ ઓપિંનગ પાર્ટી (આરઓપી) પંપોર બાયપાસ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આતંકીઓએ હુમલો કરી અંધાધૂંધ ફાયિંરગ શરૂ કરી દીધી હતી. અચાનક થયેલા હુમલામાં પાંચ સૈનિકો ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આતંકીઓએ પંપોરના કંડીજલ બ્રિજ નજીક પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમમાં હુમલો કર્યો હતો. પુલ નજીક છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર અચાનક ગોળીબાર કર્યો હતો. હુમલો થયા બાદ આતંકીઓ ઘટના સ્થળેથી ભાગી છૂટવામાં સફળ રહૃાા હતા. આ ઘટના બાદ સુરક્ષાદળોએ હાઈવે ઉપર વાહનોની અવરજવર બંધ કરી દીધી છે અને હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. સુરક્ષા દળોએ આતંકીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

છેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. પાછલા અઠવાડિયામાં પણ આતંકવાદીઓ તરફથી હુમલાની ઘણી ઘટનાઓ બની હતી. આ પહેલા ખીણમાં ઘણા રાજકીય કાર્યકરોની હત્યા પણ થઈ ચુકી છે.

૨૭ સપ્ટેમ્બરના રોજ પુલવામા જિલ્લાના અવંતીપોરાના સંબૂરા વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાબળોની વચ્ચે અથડામણ થઇ હતી. સુરક્ષાબળોની પાસે ૨-૩ આતંકીઓ છુપાયાના ઇનપુટ હતા. ત્યારબાદ ઓપરેશનમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર કરી દીધા હતા. આ અથડામણ દરમ્યાન એક પોલીસકર્મી ઘાયલ થયા હતા.