પૂજારા વોલ નં.૨: બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયાના ઘાતક બોલરો સામે દિવલ અડીખમ રહી

  • પૂજારાને હાથે,છાતી,હેલ્મેટ,આંગળી પર દડો વાગ્યો છતાં લડ્યો

 

સિડનીમાં જે ધૈર્ય, વીરતા અને કાઉન્ટર એટેકનો સામનો ભારતીય ટીમે કર્યો તેની ઝલક બ્રિસબેનમાં પણ જોવા મળી. ગાબા ટેસ્ટના પાંચમા અને નિર્ણાયક દિવસે ચેતેશ્ર્વર પુજારાએ જાણે દર્દને જ દિવાલ બનાવી દીધી. પુજારાની તુલના રાહુલ દ્રવિડ સાથે કરવામાં આવે છે, પરંતુ ગાબામાં પુજારાની બેટિંગ ઘણી જ અલગ જોવા મળી. દરેક બૉલ જે તેને વાગી રહૃાો હતો, ત્યારબાદ તેની પ્રતિબદ્ધતા વધતી જઈ રહી હતી.

જો ગણના કરવામાં આવે તો ઑસ્ટ્રેલિયાના બૉલરોએ ટી બ્રેક સુધી સાતવાર પુજારાના શરીર પર પ્રહાર કર્યો, પરંતુ આ સ્ટ્રેટેજી પુજારાની હિંમતને તોડી શકી નહીં. પુજારા દરેક ઇજા બાદ શૉર્ટ મિડ ઑન પર થોડીકવાર રહીને પાછો આવીને ફરી રમ્યો. તેણે ધીરજ ખોઈ નહીં. તો બીજી તરફ શુભમન ગિલ જોરદાર શૉટ રમતો રહૃાો. ગિલ ૯૧ રન બનાવીને આઉટ થયો, પરંતુ કાંગારુઓને ક્યાં ખબર હતી કે પુજારા મેચનું પાસું પલટી શકે છે.

બ્રિસબેનમાં પજાના હેલમેટ પર પણ જોરદાર બોલ વાગ્યો. પરંતુ પુજારા એ રીતે રમતો રહૃાો જાણે કંઈ થયું ના હોય. જ્યારે પિચની તિરાડથી એક બૉલ અચાનક તેજ થઈને પુજારાની આંગળી પર લાગી તો તેને જોરદાર દુ:ખાવો થયો. તેણે બેટ ફેંકી દીધું અને ફિઝિયો દોડતા આવ્યા. જેવી આંગળી દબાવી કે તેની ચીખ નીકળી ગઈ. એકવાર તો લાગ્યું કે તે બેટિંગ નહીં કરી શકે, પરંતુ પુજારાએ હાર ના માની. કૉમેન્ટ્રી બૉક્સમાં સંજય માંજરેકરે ત્યાં સુધી કહી દીધું કે, આ ભાવુક સમય છે. જો ભારતીય ટીમ માટે કોઈ બ્રેવરી એવૉર્ડ હોય તો એ પુજારાને આપવો જોઇએ.

પાંચમાં દિવસની રમત શરૂ થતા પહેલા ઑસ્ટ્રેલિયાઈ કૉચ જસ્ટિન લેન્ગર પિચ નીરિક્ષણ માટે આવ્યા. તેઓ ક્રીઝ પર આવે છે. શૉર્ટ અને ગૂડ લેન્થ પર તિરાડ જોઈને તેઓ હસવા લાગે છે, જેમકે એકાદ કલાકમાં જ ઑસ્ટ્રેલિયાના બૉલર ભારતને ઑલઆઉટ કરી દેશે. પરતુ એવું થયું નહીં, કમિન્સ, હેઝલવુડ અને સ્ટાર્કે તિરાડો પર બૉલ તો ફેંક્યો પરંતુ ભારતીય સિંહોએ તેમને ફાવવા દીધા નહીં.