પૂજ્ય મોરારીબાપુનું વોટર કલરથી શીઘ્ર ચિત્રનું સર્જન

દામનગર, દામનગર શેલેશ આર્ટ ની બેનમૂન ચિત્રકલા શીઘ્રચિત્ર ને પેન્સિલ કેચ વોટરકલર થી આયામ આપતો ચિત્રકાર શેલેશ મકવાણા એ તા7/12/20 ના રોજ વિદ્વાન કથાકાર પૂજ્ય મોરારીબાપુ ને ગંગાજળ ના માધ્યમ થી વોટરકલર થી શીઘ્ર ચિત્ર નું સર્જન કર્યું હતું ચિત્રો માં ચેતના સર્જી દેતી નવીનતમ કેડી કંડરતા શેલેશ મકવાણા ના અનેકો ચિત્રો પ્રેરણાત્મક સંદેશ આપતા રહે છે સોશ્યલ ડિસ્ટન સ્વચ્છતા અભિયાન બેટી બચાવો વ્યસન મુક્તિ કુપોષણ નાબુદી સહિત સંસ્કૃતિ ના દરેક પર્વ ની ઉજવણી માં કરુણા ની શીખ આપતો સંદેશ ચિત્રો ના માધ્યમ થી આપતા રહે છે ચિત્રો રેખા પેન્સિલ કેચ ધ્યાનાકર્ષક બનતા રહે છે પીંછી હાથ લગાડી જાદુ કરતા શેલેશ આર્ટ દ્વારા મહુવા ના તલગાજરડા પૂજ્ય મોરારીબાપુ ના બે ચિત્રો પેન્સિલ કેચ અને ગંગાજળ વોટર કલર દ્વારા બેનમૂન ચિત્રો સર્જી પૂજ્ય મોરારીબાપુ ને બતાવ્યા પૂજ્ય મોરારીબાપુ એ આ ચિત્રો પર સહી કરી કલા ને બિરદાવી હતી.