પૂજ્ય શ્રી મોરારી બાપુની વૃંદાવનમાં કથા

રાજુલા,આગામી 20 માર્ચથી 26 માર્ચ દરમિયાન વૃંદાવનના “વૈજયંતી ધામ”- પુંડરીક આશ્રમ -ખાતે રામકથાનું આયોજન થયું છે. પૂજ્ય બાપુની કુલ કથા ક્રમની આ 857 મી કથા છે. અને વૃંદાવનમાં બાપુ દ્વારા ગવાનારી આ નવમી રામકથા છે.મથુરામાં થયેલી એક રામ કથા વૃંદાવન માં થયેલી એક ગોપીગીત કથાનો સમાવેશ કરીએ તો આ પાવન સ્થાન પર ની આ 11 મી કથા ગણાય.આ કથાના નિમિત્ત માત્ર યજમાન બનવાનું સદભાગ્ય સ્વર્ગીય શ્રી રમાશંકર બજોરિયા પરિવારને પ્રાપ્ત થયું છે. સ્વર્ગીય બાબુજીનો પરિવાર ઘણાં વર્ષોથી તલગાજરડી વ્યાસપીઠના આશ્રિત રહ્યો છે. આજ સુધીમાં તેમના યજમાન પદે મોરારીબાપુની કુલ-25 રામકથા થઈ છે.પૂજ્ય બાપુએ વૃંદાવન ખાતેની તેમની પ્રથમ કથા “માનસ પારાયણ” નું ગાન તારીખ 5 સપ્ટેમ્બર 1986માં કરેલું. એ તેમની 347 મી કથા હતીઅ. અને કોરોના કાળમાં, મર્યાદિત શ્રોતાઓ સમક્ષ 19 થી 29 નવેમ્બર 2020 દરમિયાન કુલ કથા ક્રમની 851 મી કથાનું ગાન ’રમણ રેત’ ખાતે કરેલું. બહુ જ ટૂંકા સમયગાળામાં પુન: એકવાર તલ ગાજરડી વ્યાસપીઠ, ભગવાન બાળકૃષ્ણનાં લીલા-ધામ વૃંદાવન ખાતે પધારી રહી છે, ત્યારે વિશ્વ વાટિકાનાં ફ્લાવર્માંસમાં કથા શ્રવણ માટે અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.