પૂણેમાં ચાલુ મેચ દરમ્યાન નોન સ્ટ્રાઇક ઉભેલા બેટ્સમેનને એટેક આવતા મોત

પૂણેમાં એક ક્રિકેટ મેચ દરમિયાન નોન સ્ટ્રાઈક પર ઉભેલા બેટ્સમેનને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું. આ ઘટના પૂણેના જુાુર તાલુકાની છે. ગુરુવારે બપોરના સમયે જ્યારે ઓઝાર સંધ અને જામબૂત સંઘની વચ્ચે મેચ ચાલી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. મૃતકનું નામ બાબુ નલાવડે જણાવવામાં આવી રહૃાુ છે. જેમની ઉંમર ૪૭ વર્ષની હતી. બાબુ નલાવડે તો તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યા સુધીમાં તેમનું મોત થઈ ચુક્યું હતું.
નોન સ્ટ્રાઈક પર ઉભેલો આ બેટ્સમેન પહેલા રન માટે આગળ વધે છે, ત્યાર બાદ તે પોતાનો પગ પાછળ લે છે. તે જ્યારે નોન સ્ટ્રાઈક પર પહોંચે છે ત્યારે તે જમીન પર પહોંચવાની કોશિશ કરે છે પરંતુ તે નીચે પડી જાય છે.
આ પહેલા ગયા વર્ષે ઓડિશાના કેન્દ્રપાડામાં ૧૮ વર્ષનો ખેલાડી મેદાન વચ્ચે પડી ગયો હતો અને તેનું મોત થઈ ગયું હતું. તે સમયે કેન્દ્રપાડા જિલ્લાની એક કોલેજનાં લોકલ મેચ ચાલી રહી હતી, તે દરમિયાન એક ખેલાડીને હાર્ટ એટેક આવ્યો હતો અને તેને હોસ્પિટલે લઈ જતી વેળાએ તેનું મોત થઈ ગયું હતું. આ ઉપરાંત મુંબઈમાં પણ એક મેચ દરમિયાન સંદીપ ચંદ્રકાંત મહાત્રેનુ માત્ર ૩૬ વર્ષની વયે હાર્ટ એટેક આવતા મોત થયું હતું.