તા. ૨૮.૪.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૮ ચૈત્ર વદ તેરસ, ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર, વૈદ્યુતિ યોગ, ગર કરણ આજે જન્મેલાંની ચંદ્ર રાશિ મીન (દ,ચ,ઝ,થ) રહેશે .
મેષ (અ,લ,ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,દિવસ માધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.
મિથુન (ક,છ,ઘ) : વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય,દિવસ સારો રહે.
કર્ક (ડ,હ) : મનોમંથન કરી શકો,આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.
સિંહ (મ,ટ) : મનમાં બેચેની રહ્યા કરે,ધાર્યા કામ પાર ના પડે.
કન્યા (પ,ઠ,ણ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
તુલા (ર,ત) : જીવનમાં નિયમિતતા જરૂરી છે,પૂજા પાઠથી બળ મળી રહેશે.
વૃશ્ચિક (ન,ય) : સંતાન અંગે ચિંતા જણાય,જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.
ધન (ધ,ભ,ફ,ઢ): લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.
મકર (ખ,જ) : પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.
કુંભ (ગ,સ,શ ) : મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.
મીન (દ,ચ,ઝ,થ): તમારી જાતને અંદર થી ઓળખી શકો,આત્મસંવાદ કરી શકો.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ લખ્યા મુજબ શુક્રના ઘરમાં બુધ આવતા અને શુક્ર મહારાજ ઉચ્ચના થઇ રહ્યા છે ત્યારે ટેક્નોલોજીની દુનિયાની મોટી ડીલ એલન મસ્કે ટ્વિટર ખરીદીની કરી છે. પ્રશ્ન કુંડળી મુજબ જોવા જઈએ તો એક મુદ્દો ઉડી ને આંખે વળગે એવો એ છે કે આ ડીલ પાછળ એલન મસ્કનો માત્ર વ્યવસાયિક અભિગમ નથી પણ તેમની વ્યક્તિગત રુચિ અને વિશ્વ સમક્ષ કૈં નવું મુકવાની ખેવના પણ છે. ૨૭ એપ્રિલે સૌરમંડળના ચાર ગ્રહો શનિ, મંગળ, શુક્ર અને ગુરુ એક સીધી રેખામાં જોવા મળ્યા. ઘણા વર્ષો પછી આપણે આવી ખગોળીય ઘટનાના સાક્ષી બન્યા. હાલના સમયમાં ગોચર ગ્રહો નવી ભાતથી આગળ વધી રહ્યા છે વળી અગાઉ લખ્યા મુજબ પૂર્ણ થઇ રહેલા ચૈત્ર માસ અને એપ્રિલમાં નવે નવ ગ્રહોએ રાશિ પરિવર્તન કર્યું તે પણ વર્ષોમાં ક્યારેક બનતી ઘટના છે વળી ૩૦ એપ્રિલના રોજ ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ અને પછી ૧૬ મેના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ આવી રહ્યું છે જે વૈશ્વિક સ્તરે અનેક મોટી ઘટનાઓને જન્મ આપનાર બને છે. શનિ મહારાજ કુંભમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે પરંતુ તેઓ ૧૨ જુલાઈ ૨૦૨૨ સુધી કુંભમાં રહી ફરી મકરમાં વક્ર ગતિ એ આવશે. સામાન્ય રીતે અઢી વર્ષે રાશિ પરિવર્તન કરતા દંડનાયક અઢી માસ જેવા ટૂંકા સમયમાં વક્ર ગતિથી ફરી મકરમાં આવશે એ પણ આ ઘટનાક્રમમાં તેજી લાવનાર બનશે. દંડનાયક શનિ મહારાજની આ સફર ન્યાયાલય પાસે બહુ મોટા અને કડક ફેંસલા કરાવશે વળી સરકારો પણ કડક પગલાં ભરતી જોવા મળશે.