પૂર્વ ફાસ્ટ બોલર લક્ષ્મીપતિ બાલાજીનું નામ ટ્વીટર પર ટ્રેન્ડોમાં

ચેન્નાઈ સુપરકિંગ્સના બોલિંગ કોચ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર લક્ષ્મીપતિ બાલાજીનું નામ ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહૃાું છે. આ દરમિયાન એક ટ્વીટર એકાઉન્ટ દ્વારા તેનાં એક્સિડેન્ટને લઈ ટ્વીટ કરવામાં આવ્યું. જે બાદ તે ખુબ જ વાઈરલ થઈ ગયું હતું. આ ટ્વીટર એકાઉન્ટ પર લખવામાં આવ્યું કે, લક્ષ્મીપતિ બાલાજી એક રોડ એક્સિડેન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. અને સાથે જ એક ફોટો શેર કરવામાં આવ્યો છે અને દાવો કરવામાં આવ્યો છે કે, આ કાર લક્ષ્મીપતિ બાલાજીની છે.
એક અન્ય ટ્વીટમાં તો ‘RIP Lakshmipathy Balaji પણ લખી દૃેવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી આ તસવીર ફેક છે. ટ્વીટર પર ઈન્ડિયા કોન્ટેસ્ટ દ્વારા એક સવાલ પુછવામાં આવ્યો હતો, જેમાં IPLમાં સૌથી વધારે હૈટ્રિક લેનાર બોલર કયો હતો તે અંગે પુછવામાં આવ્યું હતું. લક્ષ્મીપતિ બાલાજીએ ૨૦૦૮માં કિંગ્સ ઈલેવન પંજાબની સામે IPL ઈતિહાસની પહેલી હેટ્રિક લીધી હતી.
આમ આ રીતે બાલાજી ટ્વીટર પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. અને બાદૃમાં ટીખણખોરો દ્વારા તેના એક્સિડેન્ટની ખોટી ખબર શેર કરવામાં આવી હતી. બાલાજી હાલ આ સમયે CSK ટીમની સાથે UAE માં છે. અને આ ફેક ખબરને લઈ અનેક યુઝર્સ હેરાન પણ છે અને રોષે પણ ભરાયા છે. અને એક્સિડેન્ટની ખોટી ખબર ચલાવનાર યુઝર્સ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. અને તેનું ટ્વીટર એકાઉન્ટ જ હટાવી દૃેવાની પણ માગ કરવામાં આવી રહી છે.