રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની સાથે તેમના પર્સનલ આસિસ્ટન્ટનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હાલ કેશુભાઈ પટેલ ગાંધીનગર ખાતે તેમના ઘરે જ સારવાર લઈ રહૃાા છે. તેમના પીએ પણ હોમ આઇસોલેટ થયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે હાલ કેશુભાઈની તબીયત એકદમ સારી છે. તેઓ પોતાના નિવાસસ્થાને જ ડૉક્ટરને બોલાવીને સારવાર લઈ રહૃાા છે. હાલ તેમની તબિયત અંગે ચિંતાનું કોઈ કારણ નથી.
ઉલ્લેખનીય છે કે કેશુભાઈ પટેલ વર્ષ ૧૯૯૫ અને વર્ષ ૧૯૯૮થી ૨૦૦૧ સુધી એમ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી પદૃે રહી ચુક્યા છે. આ ઉપરાંત કેશુભાઈ પટેલ છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. હાલ તેઓ ગાંધીનગર ખાતે નિવૃત્ત જીવન વિતાવી રહૃાા છે. ૧૯૪૫માં કેશુભાઈ પટેલ પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘમાં જોડાયા હતા. ૧૯૮૦માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
ચોથી ઓગસ્ટ ૨૦૧૨ના રોજ કેશુભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જીપીપી એટલે કે ’ગુજરાત પરિવર્તન પાર્ટી’ નામે એક નવો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો અને ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે, જાન્યુઆરી ૨૦૧૪માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રમુખ પદૃેથી રાજીનામું ધરી દીધું હતું. જે બાદમાં જીપીપી પાર્ટીનું ભાજપામાં વિલિનીકરણ થયું હતું. ૨૦૧૪માં જ કેશુભાઈએ ખરાબ તબીયતને પગલે ધારાસભ્ય તરીકે રાજીનામું ધરી દીધું હતું.