પૃથ્વી શોની જગ્યાએ લોકેસ રાહુલ ઇનિંગની શરૂઆત કરે: ગાવસકર

મહાન ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસકર ઇચ્છે છે કે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ૨૬ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલ બીજી ટેસ્ટમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલ પૃથ્વી શોની જગ્યાએ લોકેસ રાહુલ ઇનિંગની શરૂઆત કરે. પૂર્વ ભારતીય કેપ્ટન ગાવસકરે કહૃાું કે, શુભમન ગિલ મિડલ ઓર્ડરમાં રમે. આ પહેલા ભારતીય ટીમના પૂર્વ ઓપિંનગ બેટ્સમેન વસીમ જાફરે ગિલ અને રાહુલને ટીમમાં સમાવવાનું સમર્થન કર્યું હતું. ગાવસકરે અંતિમ ઇલેવનમાં સંભવિત ફેરફાર પર કહૃાું કે, ભારતમાં બે ફેરફાર થઈ શકે છે. પ્રથમ ઓપિંનગ બેટ્સમેન તરીકે પૃથ્વી શોની જગ્યાએ લોકેસ રાહુલને તક આપવામાં આવે. પાંચમા અથવા છઠ્ઠા ક્રમ પર શુભમન ગિલ આવે. તે સારા ફોર્મમાં છે. જો આપણે સારી શરૂઆત મળે તો ઘણું બદલાઈ શકે છે. ગાવસકરે કહૃાું કે, જો ભારત સકારાત્મક વલણ નહીં અપનાવે તો ટીમને ૦-૪થી હારનો સામનો કરવો પડી શકે છે. તેમણે કહૃાું કે, ‘ભારતે વિશ્ર્વાસ રાખવો પડશે તે તે ટેસ્ટ શ્રેણીની બાકીની મેચમાં વાપસી કરી શકે છે. જો ભારત સકારાત્મક વલણ નહીં અપનાવે તો શ્રેણી ૦-૪થી ગુમાવવી પડી શકે છે. પરંતુ જો સકારાત્મક વલણ રાખશે તો વાપસી ચોક્કસ થશે. તેમણે કહૃાું કે, ‘ભારત મેલબર્ન ટેસ્ટમાં સારી શરૂઆતની જરૂરત છે અને જરૂરી છે કે તે સકારાત્મક વલણ સાથે મેદાન પર ઉતરે. ઓસ્ટ્રેલિયાનો નબળો પક્ષ તેમની બેટિંગ છે. ગાવસકરનું માનવું છે કે, પ્રથમ ટેસ્ટમાં ભારતની ઇનિંગ ૩૬ રન પર સમેટાઈ ગયા બાદ ફેન્સની વચ્ચે નારાજગી સ્વાભાવિક છે.