પેટ્રોલનો ભાવ ગુજરાતમાં લિટરદીઠ રૂ. ૯૦ થશે..!

સતત ચોથા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો
અમદાવાદ,
પેટ્રોલિયમ કંપનીઓએ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આજે ડીઝલના ભાવમાં ૧૭થી ૧૯ પૈસાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલના ભાવમાં મહત્તમ ૭ પૈસાનો વધારો થયો છે. આ વધારા સાથે દેશનાં ઘણાં શહેરોમાં પેટ્રોલની કિંમત ૯૦ની પાર પહોંચી ગઈ છે. ગુજરાતમાં છેલ્લા ચાર પેટ્રોલનો ભાવ ગુજરાતમાં લિટરપેટ્રોલનો ભાવ ગુજરાતમાં લિટરપેટ્રોલનો ભાવ ગુજરાતમાં લિટરદિઠ રૂ. ૯૦ થશે..!ઠ રૂ. ૯૦ થશે..!ઠ રૂ. ૯૦ થશે..!દરમિયાન લિટરદિઠ પેટ્રોલના ભાવમાં ૫૦ પૈસા અને ડીઝલમાં ૯૦ પૈસા જેવો વધારો થયો છે. મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ રૂ. ૯૦.૬૩ પ્રતિ લિટર પર પહોંચી ગયું છે, જ્યારે જયપુરમાં ડીઝલ ૮૦ રૂપિયાને પાર કરી ગયું છે. આ પહેલાં રવિવારે પેટ્રોલના ભાવમાં ૮ પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૧૯ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.
અમદાવાદ ખાતે નવા ભાવવધારા બાદ પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂ. ૭૮.૯૭ થયો છે. પેટ્રોલ પંપ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, ભાવવધારો ચાલુ રહેશે તો આવતા બે-ચાર દિવસમાં પેટ્રોલનો દર ગુજરાતમાં પણ રૂ. ૯૦ પ્રતિ લિટર થઇ શકે છે. આજે સોમવારે ડીઝલનો રેટ રૂ. ૭૬.૬૭ પ્રતિ લિટર પર પહોંચ્યો છે.