પેટ્રોલ-ડીઝલ થકી સરકારને ચાંદી: એક્સાઇઝની આવકમાં ૪૮ ટકાનો ઉછાળો

  • કોરોના વર્ષમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટવા છતાં સરકારની આવક વધી

 

 

કોરોના મહામારીના કારણે ભલે દરેક પ્રકારના ટેક્સ કલેક્શનમાં ઘટાડો થયો હોય, પરંતુ એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં ચાલું નાણાંકીય વર્ષ દરમિયાન ૪૮ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. જેનું મુખ્ય કારણ ડીઝલ અને પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટીના દરમાં રેકોર્ડ વધારો છે.

કંટ્રોલર જનરલ ઑફ એકાઉન્ટ્સ તરફથી પ્રાપ્ત આંકડા અનુસાર, એપ્રિલ-નવેમ્બર-૨૦૨૦ દરમિયાન એક્સાઈઝ ડ્યૂટીનું કલેક્શન ૨૦૧૯ના આજ સમયગાળાના ૧,૩૨,૮૯૯ કરોડ રૂપિયાથી વધીને ૧,૯૬,૩૪૨ કરોડ રૂપિયા થઈ ગયું છે.

એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં આ વૃદ્ધી વર્તમાન નાણાંકીય વર્ષના ૮ મહિનાની મુદ્દત દરમિયાન ડીઝલના વેચાણમાં એક કરોડ ટનથી વધુની કમી છતાં થઈ છે. ડીઝલ ભારતમાં સૌથી વધુ વપરાતું ઈંધણ છે.

પેટ્રોલિયમ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાિંનગ એન્ડ એનાલિસીસ સેલના આંકડા અનુસાર, એપ્રિલથી નવેમ્બર ૨૦૨૦ દરમિયાન ડીઝલનું વેચાણ ગત વર્ષના ૫.૫૪ કરોડ ટનથી ઘટીને ૪.૪૯ કરોડ ટન રહૃાું છે. આ દરમિયાન પેટ્રોલનો વપરાશ પણ ગત વર્ષના ૨.૦૪ કરોડ ટનથી ઘટીને ૧.૭૪ કરોડ ટન રહૃાો છે.

પેટ્રોલિયમ પ્રોડક્ટસ અને નેચરલ ગેસને જીએસટીની બહાર રાખવામાં આવ્યા છે. દેશમાં જુલાઈ-૨૦૧૭થી જીએસટીનો અમલ શરૂ થયો છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને નેચરલ ગેસ પર કેન્દ્ર સરકાર એક્સાઈઝ વસૂલે છે, જ્યારે રાજ્ય સરકાર વીએટી લગાવે છે. આર્થિક મંદી છતાં એક્સાઈઝ ડ્યૂટીના કલેક્શનમાં વૃદ્ધિનું મુખ્ય કારણ પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સના રેટમાં રેકોર્ડ વૃદ્ધી હોવાનું કહેવાય છે.

સરકારે વર્તમાન નાણાંકીય વર્ષમાં પેટ્રોલ પર બે વખત એક્સાઈઝ ડ્યૂટી ૧૩ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ૧૬ રૂપિયા પ્રતિ લીટર વધારી દીધી છે. જેના કારણે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટી વધીને ૩૨.૯૨ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ૩૧.૮૩ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.