પોતાનો દીકરો-છોકરી લઈને ભાગી જતા ધમકી મળતા ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડિયા, વર્તમાન સમય માં શોસ્યલ મીડિયા ના જમાના માં પ્રેમ ના કિસ્સાઓ ખુબ મોટા પ્રમાણ માં જોવા મળતા હોય છે. વડિયા ના હનુમાન ખીજડીયા ગામે વસવાટ કરતા મનુભાઈ મંગાભાઈ ચુડાસમા નો દીકરો સિદ્ધાર્થ ને ગામની એક બાવાજી પરિવાર ની દીકરી સાથે આંખ મળી જતા પાંચ દિવસે પહેલા સિદ્ધાર્થ અને પાયલ પોતાના ઘરે થી ભાગી જતા. દીકરી ના પિતા મંછારામ બાવાજી અને અનુભાઈ નામના શખ્સો દ્વવારા આ દલિત પરિવાર ના ઘરે જઈ ને મનુ ભાઈ ને તેની દીકરી બેદિવસ માં ગામે ત્યાંથી શોધી સોંપવા જણાવેલ ત્યાર બાદ બપોરે બાદ તેમના મોબાઈલ માં ફોન થી જો દીકરી નહિ સોપો તો મારી નાખવાની ધમકી આપતા મનુ ભાઈ ને લાગી આવતા પોતાની વાડીએ રાત્રે જઈ પીપર ના ઝાડ ની ડાલી પર દોરડું બાંધી ગળાફાંસો ખાઈ ને પોતાનું જીવન ટુંકાવતા ના સમાચાર સવારે વાયુ વેગે ફેલાતા ગામના સરપંચ સહીત ના લોકો તેમના મૃતદેહ ને વડિયા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવેલ ત્યાર બાદ મૃતક ના ભાઈ દ્વવારા મંછારામ બાવાજી અને જેતપુર ના અનુભાઈ નામના શખ્સ સામે મૃતક મનુભાઈ ને મારવા મજબૂર કરી ધાક ધમકી આપ્યા ની પોલીસ ફરિયાદ કરતા વડિયા પોલીસ ના પીએસઆઇ એડી સાંબડ દ્વારા આઇપીસી કલમ 306, 506(2), 507, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.