પોલીસકર્મી સુનીતાનો નવો દાવો – કેસ પતાવવા કરાઈ ૫૦ લાખ રૂપિયાની ઑફર

સુરત,તા.૧૫
આરોગ્ય મંત્રીના દૃીકરા સાથે ઘર્ષણ મામલે સુરત પોલીસની મહિલા કર્મચારી સુનિતા યાદવ વિવાદમાં સપડાઇ છે. આ મામલે દરરોજ અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહૃાા છે. ગતરોજ સુનિતાને આ મામલાને લઇને તેને સતત ધમકી મળી રહૃાાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે જ આ મામલો પૂરો કરવા માટે તેને ૫૦ લાખ રૂપિયાની ઓફર મળી હોવાનો ઘટસ્ફોટ સુનિતાએ કર્યો છે. હાલમાં ખાતાકીય તપાસ ચાલતી હોવાથી તપાસ બાદ આ મામલે મોટા ઘટસ્ફોટ થવાની સંભાવના છે. સાથે જ સુનિતાએ એવું પણ કહૃાું હતું કે હજુ ૧૦ ટકા બહાર આવ્યું છે, ખાતાકીય કામ પતિ ગયા બાદ આખી ફિલ્મ હું મીડિયા સામે મૂકીશ.
સુરતમાં વરાછા વિસ્તારમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી દ્વારા ગુજરાતના આરોગ્ય મંત્રી કુમાર કાનણીના દૃીકરા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. આ મામલે રાતોરાત સિંઘમ ’ બની ગયેલી સુનિતા યાદવ પહેલા ઓડિયો ક્લિપને લઈને ચર્ચામાં આવી હતી. બીજા દિવસે વીડિયો સામે આવતા આ મહિલા કર્મચારી પોતાની સત્તાનો દૃુરુપયોગ કરીને મંત્રીના દૃીકરાને ધમકાવી એમએલએ લખેલી પ્લેટ ઉતારવા પર મજબૂર કરતી જોવા મળી હતી. ત્યાર બાદ આરોગ્ય મંત્રી સાથે પણ ફોન પર વાત કરી ગેરવર્તન કર્યું હતું. સુનિતા યાદૃવ ખાતાકીય તપાસ અર્થે ગતરોજ પોલીસ મથકે પહોંચી હતી.
અહીં તેણે એક મોટો ધડાકો કર્યો હતો. અનિતાએ કહૃાું હતું કે આ મામલે તેણીને સતત ધમકી મળી રહી છે. એટલું જ નહીં આ મામલો પતાવવા માટે રૂપિયા ૫૦ લાખની ઓફર મળી હોવાનું જણાવ્યું હતું. સાથે જણાવ્યું હતું કે ખાતાકીય તપાસ પૂરી થયા બાદ તેણી મોટા ધડાકા કરશે. હાલમાં જે વીડિયો વાયરલ થયો છે તેને સુનિતા ફક્ત ટ્રેલર ગણાવે છે. આ મામલે તેણી આખી ફિલ્મ રજૂ કરવાની છે.