પોલીસના કેમેરામાં નંબર પ્લેટવાળા દંડાય છે અને નંબરપ્લેટ વગરનાને મજો મજો

  • અમરેલી શહેરમાં પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો સામે ઝુંબેશ જરૂરી
  • નંબર પ્લેટ વગરના અને વાળી દીધ્ોલી નંબર પ્લેટવાળા વાહનો સામે કાર્યવાહી થવી જોઇએ : ખરેખરા દોષિત છટકી જાય છે

અમરેલી,
અમરેલી શહેરમાં પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો સામે ઝુંબેશ જરૂરી બની છે કારણકે શહેરમાં લાગેલા પોલીસના કેમેરામાં નંબર પ્લેટવાળા દંડાય છે અને નંબરપ્લેટ વગરનાને મજો મજો જેવો ઘાટ ઘડાયો છે.અમરેલીમાં નંબર પ્લેટ વગરના અને વાળી દીધ્ોલી નંબર પ્લેટવાળા વાહનો સામે કાર્યવાહી થવી જોઇએ હાલમાં પોલીસના ઇ મેમા માત્ર નંબર પ્લેટવાળા વાહનને જ મળે છે અને નંબર પ્લેટ ન હોય અથવા જાતે વાળી નાખેલી હોય કે પછી બે નંબરી ધંધાવાળા હોય તેવા ખરેખરા દોષિત ટ્રાફીકના નિયમોના ભંગ કરી છટકી જાય છે.