પોલીસને કામો મુકી અને આરામ કરવા માટે ખખડાવતા એસપીશ્રી નિર્લિપ્ત રાયનો લાગણીશીલ ચહેરો તંત્રએ જોયો

અમરેલી,કોરોના મહામારી દરમિયાન અમરેલીના કાયદાના પાલન માટે અતિ કઠોર એવા એસપીશ્રી નિર્લિપ્ત રાયના હદયમાં પોતાના સ્ટાફ માટે કેવો સ્નેહ છે તે પણ પોલીસ કર્મચારીઓની સામે આવ્યું છે અત્યાર સુધી પોતાનું કામ યોગ્ય રીતે ન કરવા બદલ ગમે તે પોલીસ અધિકારી અને કર્મચારીને ખખડાવીને સસ્પેન્ડ કરી નાખનાર એસપી શ્રી નિર્લિપ્ત રાય રાત અને દિવસ જોયા વગર સતત કામ કરી રહેલા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને એક દિવસનો આરામ કરાવવા માટે ખખડાવી નાખતા દેખાયા હતા.
અમરેલી જિલ્લામાં કોરોના મહામારી અટકાવવામાં અત્યારે પ્રથમ સ્થાને જો ઉભુ હોય તો પોલીસ તંત્ર છે. અને અમરેલીના સદભાગ્યે અમરેલીને શ્રી નિર્લિપ્તા રાય નામના સાવ નાની ઉમર ના એવા એસપી મળેલા છે કે, આવનારા લાંબા સમય સુધી તેમના અનેક કિસ્સાઓ અને તેમણે લીધ્ોલા કડક અને કડવા પગલાઓ અને સમાજને દાદાઓથી મુકત કરવાની અનેક કથાઓ દંતકથા સ્વરૂપે લોકોની સ્મૃતિમાં યાદ રહેવાની છે.
અમરેલી જિલ્લામાં આજ સુધી અનેક પ્રમાણીક અધિકારીઓ આવી અને ફરજ બજાવી ગયા છે પણ અમરેલી જિલ્લાના ઇતિહાસમાં કાયદાના ભંગ બદલ, બેદરકારી બદલ, ગુનેગારો સાથે સાંઠગાઠ બદલ અભુતપુર્વ સંખ્યામાં પોલીસને સસ્પેેન્ડ/ડીસમીસ કરનાર આ અધિકારીનું બીજુ સ્વરૂપ કોરોના સામેની લડતમાં સામે આવ્યું છે. અનેતેનાથી પોલીસ પણ આ અધિકારીને અને પોતાના પરિવારના વડાને વંદન કરી રહી છે.
કોરોનામાં લોકોને કવોન્ટાઇન કરાવવાના અને તેનુ પાલન થાય છે કે કેમ તે જોવાનુ અને ચેકપોસ્ટ ઉપર ચેકીગ, લોકડાઉનની કડક અમલવારી, રોજના એવરેજ દોઢસો જેટલી એઆઇઆર અને એ પણ સંપર્કના જોખમો સાથે પોલીસ તંત્ર કરી રહયું છે અને આમા પણ ઘણા તો સતત કામ ઉપર રહી લોકોને બચાવવા પોતાની ફરજ અદા કરવામાં એટલા વ્યસ્ત રહયા હોય છે કે, તે એકધારા બે બે દિવસ સુધી ઘેર ન ગયા હોય આવા કામઢા અધિકાારીઓ અને કર્મચારીઓ ઉપર પણ એસપીશ્રીની નજર હોય છે આવા કામઢાઓને કામો મુકી અને આરામ કરવા માટે ખખડાવી નાખતા એસપીશ્રી નિર્લિપ્ત રાયનો લાગણીશીલ ચહેરો તંત્રએ આ કોરોના મહમારી દરમિયાન જોયો હતો . આજ સુધીમાં એકસો કરતા વધારે સંખ્યામાં પોલીસને સસ્પેન્ડ કરનાર અને જેના નામથી ગુનેગારોના છકકા છુટી જાય છે તેવા અમરેલીના કડક સ્વભાવના એસપીમાં પણ દયાળુ-માયાળુ હદય ધબકે છે તે તેની નજીકના પોલીસ કર્મચારીઓએ જાયેું હતુ.