પોલીસે તેના પર એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું છે.

  • લાલ કિલ્લામાં હિંસાના આરોપી લક્ખા સિંહે વીડિયો દ્વારા દિલ્હી પોલીસને આપી ચેલેન્જ

 

દિલ્હીમાં લાલ કિલ્લા હિંસામા માસ્ટર માઈન્ડ અને એક લાખ રૂપિયાના ઈનામી એવા પૂર્વ ગેંગસ્ટર લક્ખા સિંહ સિધાનાએ ફરી એકવાર ઉશ્કેરણીજનક વીડિયો શેર કર્યો છે. લક્ખાએ પોલીસને ખુલી ચેતવણી આપતા ૨૩મી ફેબ્રુઆરીએ વધુ એક પ્રદર્શનની જાહેરાત કરી છે. આ પ્રદર્શન ભિંઠડામાં કરવાની તેને ચેલેન્જ આપી છે વીડિયો દ્વારા તેણે આ પ્રદર્શનમાં પંજાબના વધુમાં વધુ યુવાઓને શામેલ થવા હાકલ કરી છે. લક્ખા સિંહ ૨૫ દિવસથી દિલ્હી પોલીસની સંતાઈને ભાગતો ફરે છે. તેના પર દિલ્હી પોલીસે એક લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે. પોતાના ફેસબુક પર તેને એક વીડિયો પણ અપલોડ કર્યો છે. આ વીડિયોમાં તે પંજાબના લોકો અને યુવાઓને રીતસરનો ઉશ્કેરી રહૃાો છે.

વીડિયો કોઈ ટેંટની અંદર અને રાતના સમયે બનાવવામાં આવ્યો છે. ટેંટમાં અનેક લોકો ધાબળા ઓઢીને ઉંઘી રહૃાા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહૃાું છે. વીડિયોમાં લક્ખા કહે છે કે, ૨૩ ફેબ્રુઆરીએ મોટી સંખ્યામાં લાખો લોકો પહોંચવા જોઈએ. ભઠીંડા જીલ્લાના મેજરાજા પિંડ (ગામ) માં આવો, અહીં જ પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. આઓ મારા ભાઈઓ. મોટી સંખ્યામાં પ્રયાસ કરો જેથી કરીને ખબર પડે કે આપણે ખેડૂત આંદોલનની સાથે છીએ. પંજાબના ભિંઠડાના રહેવાસી લક્ઝા સિધાના ૨૬ નવેમ્બર, ૨૦૨૦થી જ સિંધુ બોર્ડર પર પ્રદર્શાનમાં શામેલ છે. સિધાના પર પંજાબમાં અનેક કેસ દાખલ છે અને તે અનેકવાર જેલમાં જઈ ચુક્યો છે. સિધાનાએ દાવો કર્યો હતો કે, તેણે અપરાધની દુનિયા છોડી દીધી છે.

હવે તે સામાજીક કાર્યોમાં જોડાયો છે. તેણે વર્ષ ૨૦૧૨માં પીપલ્સ પાર્ટી ઓફ પંજાબના ચૂંટણી નિશાન પર વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. જોકે હવે આ પાર્ટી જ અસ્તિત્વમાં નથી. દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ સેલની છ ટીમ લક્ખા સિંહની શોધખોળ કરી રહી છે. તેના માટે ૬ સપ્તાહ પહેલા ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે, તે સિંધુ બોર્ડર પર પ્રદર્શનકારીઓ વચ્ચે છુપાયેલો છે. ગત સપ્તાહે તે ટિકરી બોર્ડરના એક વીડિયોમાં દેખાયો હતો, પરંતુ સૂત્રોનું કહેવું છે કે, જાણી જોઈને આ વેડિયોમાં નજરે પડ્યો હતો જેથી કરીને તે પોલીસને ગેરમાર્ગે દોરી શકે.