પોલીસ અધિકારીઓ સિંઘમ ના બને, પ્રેમનો સેતુ જોડે: મોદી

  • વડાપ્રધાને આઇપીએસ પ્રોબેશનર્સ સાથે વાતચીત કરી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ આઇપીએસ પ્રોબેશનર્સ સાથે વાત કરી. દેશની સેવામાં સામેલ થવા જઇ રહેલા આ અધિકારીઓને પીએમ મોદીએ ટ્રેનિંગ પ્રક્રિયાથી લઇને લોકતંત્ર અને યોગ સુધીનું મહત્વ સમજાવ્યું. આ દરમ્યાન તેમણે ટ્રેની અધિકારીઓ સાથે સંવાદ પણ કર્યો. તેમણે આ અધિકારીઓને ‘સિંઘમ બનવાની ના પાડી અને કહૃાું કે ‘પ્રેમનો સેતુ જોડો. પીએમ મોદીએ બિહાર કેડરના ટ્રેની આઇપીએસ તનુશ્રીને મજેદાર અંદાજમાં ટેક્સટાઇલ અને ટેરરનો ફરક પણ સમજાવ્યો.
    તનુશ્રી એ પીએમ મોદીને કહૃાું કે તેઓ બિહારથી છે અને ગાંધીનગરથી ટેક્સટાઇલ ડિઝાઇનમાં સ્નાતકની ડિગ્રી લીધી છે. તેના પર પીએમ મોદીએ કહૃાું કે તમે પણ ગુજરાત જઇને આવ્યા છો. પછી તેમણે પૂછયું કે ટેકસટાઇલ અને ટેરરપકેવી રીતે પસાર કરશો? તેના પર તનુશ્રી એ કહૃાું કે તેમને બહુ સરસ ટ્રેનિંગ મળી છે. ત્યારે પીએમ મોદીએ સમજાવતા કહૃાું કે જુઓ ટેક્સટાઇલમાં દોરા જોડવાના હોય છે ટેરરમાં દોરા તોડવાના હોય છે. તો તમારે અલગ-અલગ પ્રકારના કામ કરવા પડશે.
    પીએમ મોદીએ ટ્રેની અધિકારીઓને કહૃાું કે તેઓ ફિલ્મ જોઇને જતા વેંત રોફ જમાવાની કોશિષ ના કરો. પીએમે કહૃાું કે કેટલાંક પોલીસવાળા જ્યારે પહેલાં ડ્યૂટી પર જાય છે તો તેમને લાગે છે કે પહેલાં હું મારો રોફ દેખાડી દઉં, લોકોને હું ડરાવી દઉં. હું લોકોમાં મારો એક હૂકુમ છોડી દઉ અને જે એન્ટી સોશિયલ એલિમેંટ છે તે તો મારા નામથી જ કાંપવા જોઇએ. આ લોકો જે સિંઘમવાળી ફિલ્મો જોઇને મોટા બને છે તેમના મગજમાં એ રાઇ ભરાઇ જાય છે અને તેના લીધે કરવાવાળા કામ છૂટી જાય છે.
    મોદીએ કહૃાું કે સામાન્ય માનવી પર પ્રભાવ પાડવો છે કે સામાન્ય માનવીમાં પ્રેમનો સેતુ જોડવો છે એ નક્કી કરી લેજો. જો તમે પ્રભાવ ઉભો કરશો તો તેની ઉંમર બહુ ઓછી હોય છે પરંતુ પ્રેમનો સેતુ જોડશો તો તમે રિટાયર થશો ત્યારે પણ જ્યાં તમારી પહેલી ડ્યૂટી રહી હશે ત્યાંના લોકો તમને યાદ કરશે કે ૨૦ વર્ષ પહેલાં આવો એક નવજવાન ઓફિસર આવ્યો હતો જે અમારી ભાષા તો નહોતો જાણતો પરંતુ તેણે પોતાના વ્યવહારથી લોકોના દિૃલ જીતી લીધા હતા. તમે એકવાર સામાન્ય માણસના દિલને જીતી લેશે તો તેનો દ્રષ્ટિકોણ આપોઆપ બદલાઇ જશે.