અમરેલી,
ડીજીપી દ્વારા ફરાર આરોપીઓને પકડવાની ડ્રાઇવનું આયોજન કરાયુ હોય અને ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમારેે આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા આપેલ માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ખાંભા તથા રાજુલા પોલીસનાં હત્યાનો પ્રયાસ, પુર્વ આયોજીત કાવતરૂ, પોલીસની ઉપર હુમલો તેમજ ફરજમાં રૂકાવટ જેવા ગંભીર અપરાધોમાં ફરાર ખુંખાર અપરાધી શિવા વાલા ધાખડા સામે કોર્ટમાંથી વોરંટ ઇસ્યુ થયુ હોય તેમને રાજસ્થાનના શિરોહીથી પકડી પાડયો હતો.શીવરાજ ઉર્ફે શીવા વાલાભાઈ ધાખડા, ઉ.વ.33, રહે.મુળ ગામ વડ, રામજી મંદીર પાસે, તા.રાજુલા, જિ.અમરેલી હાલ રહે.રાજુલા, ભરતનગર, સરસ્વતી સ્કુલ સામે, તા.રાજુલા, જિ.અમરેલીનો ઇતિહાસ લાંબો છે. શિવરાજ ઉર્ફે શિવા વાલા ધાખડા, રહે.રાજુલા વાળા વિરૂધ્ધમાં ખુનની કોશિષ, લુંટ, છેડતી, મારામારી, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ સહિતના ગુન્હાઓ નોંધાયા છે જેની સંખ્યા 24 ગુનાઓ દાખલ થઇ ચુક્યા છે. પોલીસ સામે આ આરોપીને પકડવાનો મોટો પડકાર હતો તેમને રાજસ્થાનના શિરોહીથી પકડી પાડી સબંધીત પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.