પોલીસ વિભાગના કર્મચારીઓના ગ્રેડ પેમાં સુધારો કરો : શ્રી પરેશ ધાનાણી

  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવ્યો
  • રાજ્યનાં પોલીસ કર્મચારીઓને પે ગ્રેડ ઉપરાંત અન્ય સુવિધાઓ આપવા ધારદાર રજુઆત કરાઇ

અમરેલી,
પોલીસ વિભાગના કર્મચારીઓના ગ્રેડ પે માં સુધારો કરી અન્ય સુવિધાઓ આપવા વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી કરેલી રજુઆતમાં જણાવ્યુ કે પોલીસ તંત્રમાં ફરજ બજાવતા એએસઆઇ, કોન્સટેબલ સહિત કર્મચારીઓના પગાર ધોરણ ખુબ ઓછા છે તેથી તેઓના ગ્રેડ પે માં વધારો કરી પગાર ધોરણ સુધારવા તેમજ સરકારી કાર્યક્રમોમાં ભીડ ભેગી કરાવવાની કામગીરી પોલીસ પાસે કરાવવામાં આવે છે તે અટકાવવા તથા વારંવાર ફરજ મોકુફ અને ઇજાફા બંધ કરવામાં આવે છે અને વસ્તીના પ્રમાણમાં પોલીસની સંખ્યા ઓછી હોવાથી બેવડી મુશ્કેલી પડે છે રાજ્યમાં વસ્તી પ્રમાણે દોઢ લાખ પોલીસ હોવી જોઇએ પણ હાલ 70 હજાર જેટલા જ કર્મચારી છે પોલીસને ત્રણ સીફટમાં 15-15 કલાક કામ કરવુ પડે છે અને માનસીક શારીરીક સમસ્યાઓથી પીડાય છે આ કર્મચારીઓએ આત્મ હત્યા કરી લીધ્ોલી ઉપરાંત સેક્શન ઓફીસરની સચિવાલય બહાર બદલી થતી નથી તેઓને આવાસ સુવિધા મળે છે પણ ફરજના સ્થળે સરકારી આવાસ ઉપલબ્ધ થતા નથી ત્રણ વર્ષે બદલી થતા સંતાનોના અભ્યાસ પર અસર થાય છે હાલ પોલીસ મેન્યુઅલ અંગ્રેજોના વખતનો છે જ્યારે ગુનેગાર ફોર્ચ્યુનરમાં ફરે છે અને પોલીસ સાયકલ લઇને પકડવા જાય છે સોશ્યલ મિડીયામાં પ્રતિબંધ લાગ્યો તેવી જો હુકમી સરકારને ઇશારે રાજ્ય પોલીસ તંત્ર કરી રહયુ છે રાજકીય ઇશારે એન્કાઉન્ટર પણ કરાવવામાં આવે છે ગુજરાત પોલીસને પણ યુનીયન બનાવવાનો અધિકાર આપવો જોઇએ વાહન સુવિધા સહિતની સમસ્યાઓ દુર કરવા માંગ કર્યાનું શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યુ છે.