પોલેન્ડમાં વરુણ ધવન અને જ્હાન્વી કપૂરે બવાલનું શૂટિંગ પૂરું કર્યું

વરુણ ધવન અને જ્હાન્વી કપૂર પાછલા કેટલાક સમયથી પોલેન્ડમાં અપકિંમગ ફિલ્મ બવાલનું શૂટિંગ કરી રહૃાા હતા. ફેન્સને સતત અપડેટ અને કનેક્ટ રાખવાની વરુણ ધવનની આદત પ્રોડક્શન શરૂ થતા પહેલાથી ફિલ્મને પબ્લિસિટી અપાવી જાય છે. રિસેન્ટલી વરુણે સોશિયલ મીડિયા પર જ્હાન્વી સાથેના ફોટોગ્રાસ શેર કરીને પોલેન્ડનું શીડ્યુલ પૂરું થયું હોવાની વાત કરી હતી. વરુણે સેટ પરથી શેર કરેલા ફોટોગ્રાફમાં તે અને જ્હાન્વી કારની છત પર બેઠેલા છે અને ઉપર ખુલ્લુ આકાશ દૃેખાય છે. કેપ્શનમાં વરુણે લખ્યુ હતું કે, હવાયેં, કારકોવનું શીડ્યુલ પૂરું હવે બીજાની તૈયારી. વરુણની આ પોસ્ટને એક્ટ્રેસ લિઝા હેડને ઈન્સ્ટન્ટ એપ્રિશીએટ કરી હતી. અગાઉ વરુણે એમ્સ્ટરડમમાં શૂિંટગના ફોટોગ્રાસ શેર કર્યા હતા. વરુણ ધવન અને જ્હાન્વી કપૂરે લાંબા સમયથી કોઈ હિટ ફિલ્મ્સ આપી નથી. જો કે સોશિયલ મીડિયા પર કનેક્ટ રહેવાની આદતના કારણે તેમનું ફેન ફોલોઈંગ વધી રહૃાું છે.