પોસ્ટમોર્ટમ પહેલાં સુશાંતનું મોત ૧૦થી ૧૨ કલાક પહેલા નિપજ્યુ હતુ

  • ફોરેન્સિક નિષ્ણાંતોના રિપોર્ટ બાદ તપાસમાં બહાર આવ્યું

    બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતનાં મોત અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાથે સંબંધિત સવાલો અને જવાબો ફોરેન્સિક નિષ્ણાતનાં રિપોર્ટ બાદ આવ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે સુશાંતનું પોસ્ટમોર્ટમ પહેલા ૧૦થી ૧૨ કલાક પહેલા મોત નીપજ્યું હતું. કૂપર હોસ્પિટલના તે ડોકટરોએ આ વાતનો ખુલાસો કર્યો છે, જેણે સુશાંતનું પોસ્ટમોર્ટમ કર્યું હતું.
    ખરેખર સુશાંતના પોસ્ટમોર્ટમ અંગેનો સૌથી મોટો સવાલ એ હતો કે તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનો સમય કેમ નથી? તો મુંબઈ પોલીસ આ અંગે મુંબઇની કૂપર હોસ્પિટલના તે ડોકટરોએ પૂછેલા પ્રશ્ર્નો, જેમણે સુશાંતનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
    ડોકટરોએ જવાબ આપ્યો કે સુશાંતનું અવસાન થયું તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતાં ૧૦ થી ૧૨ કલાક પહેલા થયું હતું અને હોસ્પિટલનાં રેકોર્ડ અનુસાર તેનું પોસ્ટમોર્ટમ ૧૪ જૂનનાં રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યે થયું હતું.
    સુશાંતના પોસ્ટમોર્ટમ અંગે એક સવાલ એ પણ હતો કે પોસ્ટમોર્ટમમાં મૃત્યુનો સમય ન લખવા પાછળ કાવતરું જેવી કોઈ વાત નહોતી. અને એઈમ્સ ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે આવા તમામ સવાલો પર મુંબઈના ડોકટરોની પણ પૂછપરછ કરી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના તપાસ અહેવાલમાં આ તથ્યો અંગે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.