સંત શિરોમણી જલારામબાપાના ભક્તો માટે આનંદના સમાચાર છે. લાંબા સમયથી બંધ જલારામ બાપાના દર્શન અને બાપાના પ્રસાદ માટે મંદિર અને અન્નક્ષેત્ર આજથી ખોલવામાં આવ્યા છે. આજથી મદિરમાં દરવાજા ખોલતા ભક્તોને બાપાના દર્શનનો લાભ મળશે. જોવા જઈએ તો કોરોના મહામારીને લઈને દેશના મોટાભાગના મંદિરોના દર્શન બંધ છે અને વીરપુરમાં આવેલ સંત શ્રી જલારામ બાપાનું મદિર પણ ઘણા સમયથી બંધ હતું. ભક્તો માટે બાપાની જન્મ જયંતિ બાદ મંદિરના દર્શન બંધ કરવામાં આવ્યા હતા.
છેલ્લા ૧૮ દિવસથી બંધ મંદિરના દરવાજા આજથી ખોલવામાં આવ્યા છે. શરૂ થયેલ દર્શનમાં લોકોની સુરક્ષાને ધ્યાને લઇને સોશિયલ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે મંદિરના પ્રવેશ દ્વાર પાસે જ સેનેટાઈઝરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, લોકો સુરક્ષા અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખવા આવી રહૃાું છે. જલારામબાપાના મદિરના દર્શન ખુલતા ભક્તો પણ દર્શન કરી ને ધન્યતા અનુભવતા હતા, જલારામ બાપાનું સૂત્ર હતું કે જ્યાં ટુકડો ત્યાં હરિ ધુકડો અને આ સૂત્ર ઉપર ચાલતું અન્ન ક્ષેત્ર પણ આજથી ફરીથી શરૂ થયું હતું. જેને લઈને ભક્તોમાં અનેરો આંનદ જોવા મળ્યો હતો.