પ્રણવ મુખર્જીની તબિયતમાં સુધારો,ટૂંક સમયમાં આપણી વચ્ચે હશે: પુત્રનું ટ્વિટ

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયતને લઈ સારા સમાચાર સામે આવ્યા છે. તેમના બ્રેઇનની સર્જરી બાદૃથી તેઓ વેન્ટિલેટર પર છે. તેમની સારવાર દિલ્હી સ્થિત આર્મી હૉસ્પિટલમાં ચાલી રહી છે. હવે તેમના દીકરા અભિજીત મુખર્જીએ જાણકારી આપી છે કે તેમની તબિયતમાં પહેલાથી સુધાર જોવા મળી રહૃાો છે.

અભિજીત મુખર્જી અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત પહેલાથી ઘણી સારી છે અને તેમની તબિયત હાલમાં સ્થિર છે. અભિજીતે જણાવ્યું કે, શનિવારે હું મારા પિતાની ખબર કાઢવા હૉસ્પિટલ ગયો હતો. ભગવાનની કૃપા અને આપ સૌની શુભકામનાઓની સાથે તેમની તબિયત પહેલાથી સારી છે. તેઓ સારવાર પ્રત્યે પ્રતિક્રિયા આપી રહૃાા છે. અમને પૂરો વિશ્ર્વાસ છે કે તેઓ ટૂંક સમયમાં આપણી વચ્ચે પરત ફરશે.

આ પહેલા ડૉક્ટરોએ પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્યની સ્થિતિની જાણકારી આપી હતી. હૉસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, તેમના સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર નથી જોવા મળ્યો અને તેમને વેન્ટીલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમની તબિયત હાલમાં સ્થિર છે. વિશેષજ્ઞોની એક ટીમ તેમની તબિયત પર સતત નજર રાખી રહી છે.