પ્રણવ મુખર્જીની તબિયત વધારે બગડી, સતત વેન્ટિલેટરના ટેકા પર

દૃેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત સતત બગડતી જાય છે. ડોકટરોના જણાવ્યા મુજબ, પ્રણવ મુખર્જી કોમામાં ગયા છે અને સતત વેન્ટિલેટરના ટેકા પર છે. આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે એક મેડિકલ બુલેટિન જારી કરતાં કહૃાું કે પૂર્વ રાષ્ટ્રપતિ છેલ્લા ૧૭ દિવસથી હોસ્પિટલમાં દાખલ છે અને મગજની સર્જરી બાદ તેઓ ગંભીર હાલતમાં પસાર થઈ રહૃાા છે. આર્મી રિસર્ચ અને રેફરલ હોસ્પિટલના અધિકારીઓએ કહૃાું કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તેમના ફેફસામાં ચેપ લાગ્યો છે,
જેની સારવાર કરવામાં આવી રહી છે. ડોકટરોની ટીમે જણાવ્યું હતું કે પ્રણવ મુખર્જીની કિડનીની સ્થિતિ પણ મંગળવારથી ઠીક નથી. ડૉક્ટરોએ કહૃાું કે તેમની હાલત ‘હીમોડાયનેમિકલી સ્થિર છે. આનો અર્થ એ કે પ્રણવ મુખર્જીનું દય યોગ્ય રીતે કાર્ય કરી રહૃાું છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ સામાન્ય છે. તમને જણાવી દઈએ કે, પ્રણવ મુખર્જીને ગયા અઠવાડિયે ફેફસાંના ઇન્ફેક્શનની ફરિયાદ મળી હતી,
ત્યારબાદૃ તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. નિષ્ણાંત ડોકટરોની ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી છે. જણાવી દઈએ કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ૧૦ ઓગસ્ટની બપોરે સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તે કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું, ત્યારબાદ તેની તબિયતમાં કોઈ સુધારો થયો નથી.