પ્રતાપપરાના પ્રધાનમંત્રી આવાસોનું ઇ-લોકાર્પણ કરતા શ્રી મોદી

અમરેલી,
અમરેલી જિલ્લામાં સૌથી વધુ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજુર થયેલા આવાસોનું ઇ લોકાર્પણ અંબાજીથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં અમરેલીના પ્રતાપપરા ખાતે થયુ હતુ.
જ્યાં સૌથી વધુ આવાસ બન્યા હોય તેવા સ્થળોએ અંબાજીથી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ઇ લોકાર્પણ કાર્યક્રમમાં અમરેલીનાં પ્રતાપપરાનો સમાવેશ થયો હતો અહીં સરપંચ શ્રી ગુણવંતભાઇ સાવલીયા અને તાલુકા પંચાયત સદસ્ય શ્રી ચેતનાબેન સાવલીયાની જાગૃતીને કારણે સૌથી વધુ સવા સો પ્રધાનમંત્રી આવાસ મંજુર થયા હતા જેમાં 70 તૈયાર થઇ ગયા છે અને બીજાનું કામ ચાલુ છે આજે અહીં યોજાયેલા ઇ લોકાર્પણમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રેખાબેન મોવલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશીક વેકરીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી વનરાજભાઇ કોઠીવાળ, સભ્ય શ્રી રામાણી, જિલ્લા પંચાયતની ન્યાય સમિતીના ચેરમેન શ્રી મુકેશ બગડા, પ્રદેશ ભાજપ કિસાન મોરચાના ડેલીગેટ શ્રી બી.એમ. ચોવટીયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી તપન ત્રિવેદી સહિતનાં મહાનુભાવો તથા ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.