પ્રથમવાર બિમાર કરતાં સાજા થનારાઓની સંખ્યા વધી

ન્યુ દિૃલ્હી,
દૃેશમાં કોરોનાના કેસોમાં જણેકે એક પેટર્ન બંધાઇ ગઇ હોય તેમ આજે બુધવારે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દૃરમ્યાન પણ વધુ ૧૦ હજારની નજીક જેટલા કેસો બહાર આવ્યાં હતા. છેલ્લા ૨૪ કલાક દૃરમિયાન ૯૯૮૫ નવા કેસ સાથે કોરોનાનો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. છેલ્લાં સતત ૭ દિૃવસથી કેસો ૯ હજારની ઉપર અને ૧૦ હજારની નજીક બહાર આવી રહૃાાં છે. જો કે જે એક સારી બાબતનો સરકારે દૃાવો કર્યો છે તે મુજબ, દૃેશમાં કોરોનાની બિમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે.
ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૪૮.૮૮ ટકા સુધી પહોંચી ગયો છે. દૃેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫,૯૯૧ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ સાજા થનાર લોકોનો આ આંકડો વધીને ૧,૩૫,૩૦૬ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના સક્રિય કેસ એટલે કે જેટલા દૃર્દૃીઓ સારવાર હેઠળ છે તેના કરતાં કરતા વધારે છે. દૃેશભરમાં કોરોના વાયરસના ૧,૩૩,૬૩૨ સક્રિય કેસ છે અન્ય શબ્દૃોમાં કહીએ તો બિમાર કરતાં સાજા થનારાની સંખ્યા વધારે છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૭૯ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના સંક્રમણને કારણે મોતને ભેટનાર લોકોનો આંકડો વધીને ૭,૭૪૫ સુધી પહોંચી ગયો છે.
સૂત્રોએ વધુમાં કહૃાું કે, દૃેશમાં રોજ લગભગ ૧૦,૦૦૦થી વધુ કેસ સામે આવી રહૃાા છે. એવામાં છેલ્લા બે સપ્તાહના આંકડાના હિસાબને જોવામાં આવે તો કોરોના વાયરસના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત ટોચના પાંચ દૃેશોમાં અમેરિકા, રૂસ અને બ્રિટનમા ઘટતા સંક્રમણના મુકાબલે ભારત અને બ્રાઝીલમાં તેની ગતિ વધુ રહી છે. સૌથી વધુ િંચતા ભારતની છે. જ્યાં બે સપ્તાહ પહેલા બ્રાઝીલને પાછળ રાખ્યા બાદૃ આ સપ્તાહમા નવા કેસના દૃરમાં ઝડપથી વધારો થયો છે અને તે બ્રાઝીલથી પણ આગળ નીકળી ગયુ છે.
ભારતમાં સંક્રમણનો દૃર જ્યાં બે સપ્તાહ પહેલા ૬.૫ ટકા હતો તો બ્રાઝીલ એ સમયે ૫.૪ ટકાના દૃરથી આગળ વધી રહૃાો હતો, પરંતુ હવે બ્રાઝીલમાં દૃર ઘટીને ૪.૩ ટકા થયો છે. તો ભારતમાં ઘટવા છતા નવા કેસનો દૃર હવે બ્રાઝીલથી પણ વધુ ૪.૪ થયો છે.
સૂત્રોએ વધુમાં કહૃાું કે દૃેશમાં ૧૧ રાજ્યો અને સંઘ પ્રદૃેશમાં કોરોનાના કેસોમાં રીકવરી રેટ વધ્યો હોવાનું નોંધાયું છે. જે એક રાહત સમાન કહી શકાય. તો બીજી તરફ રાજસ્થાનમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૨૩ નવા કેસ બહાર આવતાં સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા , ૭ દિૃવસ માટે સ્ટેટ બોર્ડર સીલ કરવાનો નિર્ણય લેવાયો છે. તો દિૃલ્હીના સીએમ અરિંવદૃ કેજરીવાલે કોરોના દૃર્દૃીઓના હિતમાં ઉપરાજ્યપાલ સામે પડવાને બદૃલે દિૃલ્હીની તમામ હોસ્પિટલોમાં દિૃલ્હી સિવાયના દૃર્દૃીઓને પણ સારવાર આપવા સંમતિ આપી છે. આ અગાઉ કેજરીવાલે દિૃલ્હી સરકારનની હોસ્પિટલોમાં માત્ર દિૃલ્હીના નાગરિકોને જ કોરોનાની સારવાર મળે તેવી જાહેરાત કરી હતી. જેનો ઉપરાજ્યપાલે વિરોધ કર્યો હતો.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૯૦,૭૮૭ કેસ નોંધાયા છે જ્યારે ૩,૨૮૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદૃ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૩૪૯૧૪ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૩૦૭ લોકોના મોત થયા છે. ત્યારબાદૃ દિૃલ્હીમાં ૩૧૩૦૯ કેસ નોંધાયા છે જ્યારે ૯૦૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં ૨૧૦૪૪ લોકો સંક્રમણમાં આવ્યા છે ૧૩૧૩ લોકોના મોત થયા છે.
ઉત્તરપ્રદૃેશમાં રિકવરી રેટ સુધર્યો છે, પરંતુ નવા દૃર્દૃીઓ નોધાવાનો દૃર પણ સતત વધી રહૃાો છે. ઉત્તરપ્રદૃેશની સાથે બિહારમાં અડધા કરતા વધારે કોરોના દૃર્દૃી અન્ય રાજ્યોથી પાછા આવેલા પ્રવાસી લોકો છે.આ પહેલા મંગળવારે દૃેશમાં ૯૯૮૫ સંક્રમિત દૃર્દૃી વધ્યા છે. સાથે જ દૃેશમાં ૨૪૧ સંક્રમિતોના મોત થયા છે. સૌથી વધારે ૧૨૦ લોકો મહારાષ્ટ્રના હતા.
જ્યારે, પૂણેના હેલ્થ અધિકારીએ બુધવારે જણાવ્યું કે, અત્યાર સુધી શહેરમાં ૧૦ હજાર ૧૨ કેસ સામે આવી ચુક્યા છે, સાથે ૪૪૨ મોત થઈ ચુક્યા છે.
મહારાષ્ટ્ર પોલીસે રાહત વ્યક્ત કરતાં જણાવ્યું કે, છેલ્લા ૪૮ કલાકમાં તેમના ડિપાર્ટમેન્ટમાં એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી. અત્યાર સુધી ૨,૫૬૨ પોલીસ અને જવાન સંક્રમિત થયા છે.