પ્રથમ દિવસે રાજુલા, ખાંભા, ધારી, ચલાલા ખુલ્યાં

અમરેલી,આજે અમરેલી, લીલીયા, જાફરાબાદ, બાબરા, બગસરા, કુંકાવાવ, લાઠી, દામનગર અને ગામડાઓ સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી કોરોનાને અટકાવવાની શરતો અનુસાર દુકાનો ખુલશે આજે સોમવારે પ્રથમ દિવસે ચલાલા, ખાંભા, ધારી, રાજુલા ખુલ્યાં હતા અને આજે મંગળવારથી બાબરામાં પ્રથમ દિવસે મંગળવારે ડાબી સાઇડની દુકાનો અને બીજા દિવસે જમણી સાઇડની દુકાનો તથા રાજુલામાં પણ ડાબી જમણી અને કોમ્પલેક્ષમાં એકી બેકી દુકાનો ખોલવાનો નિર્ણય કરાયો છે પરંતુ સંકલનના અભાવે સાવરકુંડલામાં વેપારીઓમાં હજુ પણ અવઢવમાં છે કારણકે અમરેલીથી સાવરકુંડલામાં જતા સાવર રોડથી નાવલીના રીધ્ધી સિધ્ધી ચોક સુધી જમણી બાજુ એકજ બજાર છે જ્યારે ડાબી બાજુ પાલાઓ એટલે કે કેબીનો છે તેને ખોલવાની મનાઇ કરાતા જમણી બાજુની દુકાનોમાં ડાબે જમણે કેમ કરવુ સહિતની અનેક ગુચવણોની સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં ન આવતા સાવરકુંડલાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનું વેપારી મંડળના આગેવાનશ્રી મહેશભાઇ મશરૂએ અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ. અમરેલી જિલ્લામાં રાજુલા, અમરેલી, સાવરકુંડલા અને બાબરા એમ ચાર શહેરોમાં જ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટના માર્ગદર્શન મુજબ દુકાનો ખોલવાના હુકમો થયા છે સાવરકુંડલામાં મેઇન બજારથી હવેલી શેરીમાં તથા મહુવા તરફથી અમરેલી રોડે આવતી મેઇન બજારમાં નાવલીના પુલથી બજારમાં પ્રવેશતા સંઘેડીયા બજાર તથા કંસારા બજાર આઝાદ ચોક સુધી અને રિધ્ધી સીધ્ધી ચોકથી અમરેલી તરફ જતા પ્રથમ દિવસે ડાબી અને ત્યાર બાદ જમણી દુકાનો ખુલશે જ્યારે ઇન્દુ પ્લાઝા, સુર્યનિવાસ કોમ્પલેક્ષ, સુહાસ ચેમ્બર, ફઝલ આરકેડ, સુધરાઇ માર્કેટ વિવેકાનંદ માર્કેટ, સુરભી કોમ્પલેક્ષ, દર્શક કાર્ડ કોમ્પલેક્ષ પહેલા દિવસે એકી અને બીજા દિવસે બેકી એમ ખુલશે.