પ્રદૃેશ પ્રમુખ સી.આર પાટીલ ૧૯મીથી ત્રણ દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે

ભાજપના નવા પ્રમુખ સી.આર પાટીલ 19મીથી ત્રણ દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે જશે. તેઓ સાસણમાં સિંહદર્શન કરી સોમનાથમાં શીશ ઝુકાવીને સૌરાષ્ટ્રમાં સંગઠનની નવરચના માટેની ચર્ચા કરશે. પાટીલ ગાંધીનગરથી બસમાં પ્રવાસ કરી સીધા જ સાસણ જશે. સી.આર ના સૌરાષ્ટ્ર પ્રવાસ કાર્યક્રમમાં 19 મીએ સાસણમાં સિંહ દર્શન કર્યા બાદ, સોમનાથ મહાદૃેવને શીશ ઝુંકાવશે. 20 ઓગસ્ટના રાજકોટ આવી રાત્રિ રોકાણ કરશે.
આર.સી પાટીલ તા.18 ને મંગળવારે રાત્રે 10 વાગ્યે બસ મારફત ગાંધીનગરથી સાસણ ગીર જશે. 9 વાગ્યે સોમનાથ પહોંચશે અને દાદા સોમનાથને શીશ ઝુકાવશે. સવારે 10 થી 12:30 વાગ્યા સુધી ગીર સોમનાથમાં સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક કરશે.
બપોરે 1:30 એ જૂનાગઢ જવા રવાના થશે. જૂનાગઢ પહોંચ્યા બાદ ગાંઠીલા મંદિરે દર્શન કરશે. સાંજે 5:30 કલાકે પાર્ટી કાર્યાલયના મીટિંગ હોલમાં તેઓનું સ્વાગત કરાશે. જ્યાં જૂનાગઢ જિલ્લા આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. સાંજે ૬થી 8:30 દરમિયાન જુનાગઢના ભાજપના આગેવાનો સાથે બેઠક યોજાશે. તા. 20 ના રોજ જૂનાગઢથી સાંજે 4 વાગ્યે બાય રોડ નીકળ્યા બાદ સાંજે 5:30 એ ખોડલધામ મંદિરે દર્શન કર્યા બાદ રાજકોટ જશે. રાત્રે 8 વાગ્યે રાજકોટ પહોંચ્યા બાદ ભાજપ કાર્યાલયમાં સ્વાગત સમારોહ યોજાશે.