પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી શ્રી સીઆર પાટીલ આજે અમરેલીમાં

  • જુનાગઢ અને અમરેલી જિલ્લામાં શ્રી સીઆર પાટીલનાં કાર્યક્રમ પુર્વે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા શ્રી પાટીલની મુલાકાત ભાજપ માટે સંજીવની બનશે
  • સરપંચ સંવાદ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા તથા ટીમ દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો : સરપંચોએ જોડાવા અનુરોધ સાથે શ્રી પાટીલને આવકારતા શ્રી કાછડીયા

અમરેલી,અમરેલી જિલ્લાનાં સરપંચોનો સરપંચ સંવાદ કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. ત્યારે આજે  શુક્રવારનાં રોજ લાઠી બાયપાસ તુલસી પાર્ટી પ્લોટ ખાતે બપોરે 1:00 કલાકે ગુજરાત પ્રદેશ ભાજપનાં અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી અમરેલી જિલ્લાનાં સરપંચો સાથે સરપંચ સંવાદ કરશે. આ તકે પ્રદેશ ભાજપ દ્રારા નિયુક્ત થયેલ સ્થાનિક સ્વરાજય ચુંટણી ઈન્ચાર્જશ્રી જિતુભાઈ વાઘાણી, ધર્મેન્દ્રસિંહજી જાડેજા, કેન્દ્રીય મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલા, એન.સી.યુ.આઈ.નાં ચેરમેનશ્રી દીલીપભાઈ સંઘાણી, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા, હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી જયંતીભાઈ ક્વાડીયા, ભરતભાઈ ગાજીપરા તથા જિલ્લા ભાજપ ટીમ, જિલ્લાનાં સરપંચશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમ સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ જણાવ્યું છે. તેમ જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, પુનાભાઈ ગજેરા તથા પીઠાભાઈ નકુમની અખબાર યાદીમાં જણાવાયું છે. અમરેલીનાં સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાએ પણ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને સદય આવકારી જણાવ્યું છે કે, અમરેલી ખાતે પધારી રહેલા શ્રી પાટીલ સરપંચ સંવાદની સાથે સાથે ખેડુતો ચોપાલની પણ મુલાકાત લેશે અને ત્યાર બાદ સરપંચ બોલે છે નામની યુટ્યુબ ચેનલનો શુભારંભ કરશે. આગામી ટુંક મયમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી યોજાવાની છે ત્યારે શ્રી પાટીલનાં અમરેલી આગમનથી જિલ્લાનાં તમામ કાર્યકરોમાં નવો જોમ જુસ્સો અને ઉત્સાહ ઉત્પન્ન થશે.
પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર પાટીલે 27 ડિસેમ્બરે મહેસાણા જિલ્લાના શંખલપુર ખાતે 225 થી વધુ સરપંચશ્રીઓ સાથે સંવાદ કર્યો હતો.આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.ટેકનોલોજીના ઉપયોગથી ખૂબ સરળતાથી કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગામડાનો છેવાડાનો માનવી પણ કઈ રીતે મેળવી શકે તે અંગેના માર્ગદર્શનને સરપંચશ્રીઓએ આવકારી આભાર વ્યક્ત કર્યો હતો.
ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રીની આ ’સરપંચ સંવાદ’ની શૃંખલા અંતર્ગત તેઓ આવતીકાલે 8 જાન્યુઆરીએ જૂનાગઢ અને અમરેલી ખાતે જિલ્લાના વિવિધ ગામના સરપંચશ્રીઓ સાથે સંવાદ કરશે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ આવતીકાલે સવારે 9.30 કલાકે કૃષિ યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ, જૂનાગઢ ખાતે અને બપોરે 2.00 કલાકે તુલસી પાર્ટી પ્લોટ, બાયપાસ રોડ અમરેલી ખાતે ’સરપંચ સંવાદ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી ટેકનોલોજીના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના વધુમાં વધુ લોકોને સરળતાથી મળી રહે અને મહત્તમ લાભાર્થીઓને સરકારની યોજનાઓનો લાભ આસાનીથી મળે તે અંગે ભાજપાના પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સરપંચશ્રીઓને વિસ્તૃત માર્ગદર્શન આપશે.