પ્રધાનમંત્રીના માતાના નિધન પર પાક પીએમ શોક વ્યક્ત કરતા કહૃાું, “માતાના ગુમાવવાથી કોઈ મોટું દૃુ:ખ નથી”

પીએમ મોદીની માતાના નિધન પર પાકિસ્તાનના પીએમ શહબાધ શરીફે શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાના નિધન પર દૃેશ-વિદૃેશના લોકો શોક વ્યક્ત કરી રહૃાા છે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે પણ હીરા બાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શરીફે ટ્વીટ કરીને કહૃાું, ’માતાને ગુમાવવાથી મોટું કોઈ દૃુ:ખ નથી. પીએમ નરેન્દ્ર મોદીજીના માતાના નિધન પર હું શોક વ્યક્ત કરું છું. પહેલા નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે પણ પીએમ મોદીના માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહૃાું હતું કે હીરા બાના નિધનના સમાચાર સાંભળીને તેમને ખૂબ જ દૃુ:ખ થયું છે. દૃુ:ખની આ ઘડીમાં તેઓ પીએમ મોદી અને તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. પીએમ મોદીની માતા હીરા બાને મંગળવારે અચાનક શ્ર્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આ સિવાય તેમને કફની ફરિયાદ પણ હતી. આ પછી, તેમને તાત્કાલિક અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોકટરોએ તેમની માતાનું એમઆરઆઈ અને સીટી સ્કેન કર્યું હતું. ગુરુવારે, હોસ્પિટલ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થઈ રહૃાો છે. પરંતુ શુક્રવારે સવારે ૩.૩૦ કલાકે તેમનું મૃત્યુ થયું હતું. આ પહેલા બુધવારે સાંજે ૪ વાગે પીએમ નરેન્દ્ર મોદી પણ તેમને મળવા હોસ્પિટલ ગયા હતા. અહીં તેઓ લગભગ દૃોઢ કલાક તેમની સાથે રહૃાા હતા. તેમની સ્થિતિ ડૉક્ટરોને જાણવી જરૂરી હતી. આ પછી તેઓ દિલ્હી જવા રવાના થયા. પીએમ પહેલા તેમના ભાઈ સોમાભાઈ ઉપરાંત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ષિકેશ પટેલ હીરા બાની હાલત પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બા જૂનમાં જ ૧૦૦ વર્ષની થઈ હતી. હીરા બાના ૧૦૦મા જન્મદિવસે પીએમ મોદૃી તેમને મળવા ગાંધીનગર આવ્યા હતા. આ દરમિયાન તેમણે મા હીરા બાના આશીર્વાદ લીધા હતા અને તેમની પૂજા પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાના પગ ધોયા અને શાલ ભેટમાં આપી.