પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માતૃશ્રી હિરાબાના શતાયુ પ્રવેશે વડનગરમાં વિવિધ કાર્યક્રમો

વડનગર, વડનગર હાટકેશ્ર્વર મહાદેવ મંદિર તથા સમસ્ત વડનગરના નગરજનો દ્વારા વડનગરના પનોતાપુત્ર અને ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીના માતૃશ્રી તા.18/6/22 ના સતાયુમાં પ્રવેશ કરી રહયા છે તેઓના દીર્ધાયુષ્ય અને તંદુરસ્ત સ્વાસ્થય માટે સુંદરકાંડ, શિવઆરાધના અને ભજન સંધ્યાનો ત્રિવેણી કાર્યક્રમ રાખવામાં આવેલ છે.