પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે આર્જેંટિનાને વિશ્ર્વ કપ જીતવા પર શુભકામનાઓ આપી છે અને કહૃાું કે, ફાઈનલ મેચમાં ફુટબોલની સૌથી રોમાંચક મેચમાંની એક તરીકે યાદ કરવામાં આવશે. તેમણે કહૃાું કે, આર્જેિંટના અને મેસ્સીના કરોડો ભારતીય પ્રશંસકો આ શાનદાર જીતથી ખુશ છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું, તેમાં સૌથી રોમાંચક ફુટબોલ મેચોમાંની એક તરીકે આ મેચને યાદ કરવામાં આવશે. આર્જેિંટનાના ફીફા વિશ્ર્વ કપ ચેમ્પિયન બનવા પર શુભકામનાઓ. તેમણે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, આર્જેિંટના અને મેસ્સીના લાખો ભારતીય પ્રશંસકો આ શાનદાર જીતની ખુશી મનાવી રહૃાા છે. મોદીએ ફ્રાન્સને તેમના શાનદાર પ્રદર્શન માટે પણ શુભકામના આપી છે. તેમણે કહૃાું કે, ફીફા વિશ્ર્વ કપમાં ઉત્સાહપૂર્વક પ્રદર્શન કરવા માટે ફ્રાન્સને શુભકામનાઓ. તેમણે ફાઈનલ સુધી પહોંચવાના રસ્તામાં પોતાના કૌશલ અને ખેલ ભાવનાથી ફુટબોલ પ્રશંસકોનું દિલ જીત્યું. આર્જેંટિના ફાઈનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને ૪-૨થી હરાવીને વિશ્ર્વ કપ જીત્યો. આર્જેટિના પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને ૪.૨થી હરાવીને ૩૬ વર્ષ બાદ વિશ્ર્વ ચેમ્પિયન બન્યું છે. તો વળી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ રવિવારે આર્જેંટિનાના ફુટબોલ વિશ્ર્વ કપ જીતવાપ પર શુભકામના આપી છે. આર્જેંટિનાની ફાઈનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને ૪.૨થી હરાવીને વિશ્ર્વ કપ જીત્યો. રાહુલ ગાંધીએ કહૃાું કે, આ મેચે ફરી વાર બતાવી દીધું છે કે, કેવી રીતે રમત સરહદૃોથી ઈતર લોકોને જોડે છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પણ આ શાનદાર પ્રદર્શન અને ફીફા વિશ્ર્વ કપ ચેમ્પિયન બનવા માટે આર્જેટિનાને શુભકામના આપી હતી. પોતાની અંતિમ વિશ્ર્વ કપ મેચ રમી રહેલા મેસ્સીનું અધુરુ સપનું પુરુ થઈ ગયું, જેણે ૨૦૧૪માં તે ચુકી ગયો હતો. ડિએગો મારાડોના (૧૯૮૬) બાદ તેમણે પોતાની ટીમને વિશ્ર્વ કપ અપાવીને મહાનત્તમ ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. મેદાન પર ભારે સંખ્યામાં એકઠા થયેલા દર્શકો અને દૃુનિયાભરના ટીવીની સામે બેઠેલા અસંખ્ય ફુટબોલ પ્રેમીઓના શ્ર્વાસ થંભાવી દૃેતી રોમાંચક મેચમાં પાસા પલટાતા રહૃાા હતા.