પ્રધાનમંત્રી મોદી રશિયાના રાષ્ટ્રપતિને આપેલા નિવેદન પર ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કર્યાં વખાણ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભારતમાં કેટલી લોકપ્રિયતા છે તે કોઈનાથી છૂપાયેલી નથી. ધીમે-ધીમે દૃુનિયા પણ તેને માનવા લાગી છે. ભારતના પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર આખી દૃુનિયામાં ચર્ચામાં છે. કેમ કે તેમણે ર્જીઝ્રં સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન તેમણે પુતિનને કહૃાું હતું કે આ યુદ્ધનો સમય નથી. મેં તમારી સાથે ફોન પર આ અંગે વાત કરી હતી. આજે આપણે આ વિશે વાત કરવી પડશે કે આપણે શાંતિ કેવી રીતે સ્થાપિત કરી શકીએ. પ્રગતિના માર્ગ પર કેવી રીતે આગળ વધી શકીએ. ભારત અને રશિયા અનેક દૃાયકા સુધી એકબીજાની સાથે રહૃાા છે. પ્રધાનમંત્રી મોદીના આ નિવેદનના આખી દૃુનિયામાં વખાણ થઈ રહૃાા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યૂઅલ મેક્રોને ેંદ્ગય્છમાં કહૃાું કે પીએમ મોદીએ સમરકંદમાં સાચું કહૃાું હતું કે આ સમય યુદ્ધનો નથી. પશ્ર્વિમથી બદલો લેવાનો કે પૂર્વ સામે પશ્ર્વિમનો વિરોધ કરવાનો નથી. આ આપણા જેવા સોવરેઈન રાષ્ટ્ર સામે આવનારા પડકારોનો સામનો કરવાનો સમય છે. ફ્રાંસ પછી અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહૃાું કે પીએમ મોદીએ સમરકંદમાં રશિયાના રાષ્ટ્રપતિને જે કહૃાું તે સંપૂર્ણ રીતે યોગ્ય હતું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ફરી એકવાર દૃુનિયાભરમાં પીએમ મોદીના વખાણ કર્યાં છે. ન્યૂયોર્કના શહેરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૭ માં સત્રમાં મેક્રોને પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાતને લઈને વખાણ કર્યાં છે. પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિને મુલાકાત દરમિયાન કહૃાુ હતું કે, આ સમય યુદ્ધનો નથી. આ નિવેદન પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીના વખાણ કર્યાં અને કહૃાું કે, તેઓ પોતાની જગ્યાએ સાચા હતા. અમેરિકાના દ્ગજીછ જૈક સીલવને પણ પીએમ મોદીના વખાણ કર્યાં. સુલીવને કહૃાું કે, પીએમ મોદીનું આ નિવેદન કે આ યુદ્ધનો આ સમય યોગ્ય નથી, તે પોતાનામાં એક ઐતિહાસિક નિવેદૃન હતું. નિવેદનમાં મેક્રોને કહૃાું કે, પ્રધાનમંત્રી મોદી સાચા હતા, જ્યારે તેમણે કહૃાું કે સમય યુદ્ધ માટે યોગ્ય નથી, ન કે પશ્ર્ચિમથી બદલો લેવાનો કે ન તો પૂર્વની વિરુદ્ધ પશ્ર્ચિમનો વિરોધ કરવાનો. હાલ આપણા માટે આવી રહેલા ચેલેન્જિસનો સામનો કરવાનો સમય છે. મેક્રોને આગળ કહૃાું કે, આ જ કારણ છે કે ઉત્તર અને દક્ષિણની વચ્ચે એક નવો કોન્ટ્રાક્ટ તૈયાર કરવાની છે. એક પ્રભાવી કોન્ટ્રાક્ટ જે ભોજન, ડાયાબિટીસ, શિક્ષણ માટે સમ્માનજનક છે. હવે વિચારને બંધ કરવાની નહિ, પરંતું હિત અને સામાન્ય ચીજોને મેલ-મિલાપ માટે એક ખાસ ગઠબંધન બનાવવાનો સમય છે. બીજી તરફ, વ્હાઈટ હાઉસે મંગળવારે કહૃાું કે, પીએમ મોદીએ પુતિને જે સંદૃેશ આપ્યો તે યોગ્ય છે. વ્હાઈટ હાઉસે એમ પણ કહૃાું કે, અમેરિકા તેમના આ નિવેદનનું સ્વાગત કરે છે. સમરકંદમાં પુતિનથી મોદીને કહૃાું હતું કે, આજનો સમય યુદ્ધનો સમય નથી અને ફોન પર તમારી સાથે આ મુદ્દે પર વાત ચૂક્યો છું. આ પર પુતિને મોદીને કહૃાુ હતું કે, તે યુક્રેન યુદ્ધને લઈને ભારતની ચિંતાઓને સારી રીતે જાણે છે. રશિયા તેને જલ્દૃી જ ખતમ કરવાનો પ્રયાસ કરશે.