પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આજે જન્મદિવસ

  • દેશભરમાં શ્રી મોદીના ચાહકો તેમના જન્મદિવસે અનેક સેવાકીય કાર્યો કરશે
  • કોરોનાની મહામારીમાં ભારતના રાહબર અને કોરોનાની ઘાતકતા સામે અસરકારક રીતે ભારતને સજ્જ કરનારા શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનું ગૌરવ
  • અમરેલી, ગુજરાત અને દેશભરમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્ધઆયુષ્ય અને તે હજુ પણ દેશને પ્રગતિના શિખરે લઇ જાય તેવી શુભકામનાઓ પાઠવાશે

અમરેલી,
દેશ ભરમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં ચાહકો દ્વારા જન્મદિવસે અનેક સેવાકીય કાયૃર઼્ સાથે આજે શ્રી મોદીનો જન્મદિન ઉજવાશે. દેશના લોક લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આજે જન્મદિવસ છે અને આજે દેશભરમાં શ્રી મોદીના ચાહકો તેમના જન્મદિવસે અનેક સેવાકીય કાર્યો કરી જન્મદિવસ ઉજવનાર છે.
કોરોનાની મહામારીમાં ભારતના રાહબર અને કોરોનાની ઘાતકતા સામે અસરકારક રીતે ભારતને સજ્જ કરનારા શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનું ગૌરવ છે અમરેલી, ગુજરાત અને દેશભરમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્ધઆયુષ્ય અને તે હજુ પણ દેશને પ્રગતિના શિખરે લઇ જાય તેવી શુભકામનાઓ પાઠવાશે શ્રી નરેન્દ્રભાઇ મોદી અમરેલી સાથે વર્ષોથી સંકળાયેલા રહયા છે અને હજુ પણ અમરેલીના ઘણા લોકોને એ નામથી બોલાવે પણ છે અમરેલી જિલ્લામાં ભાજપના કાર્યકરો અને તેમના સમર્થકોમાં આજે આનંદનો અવસર છે.