પ્રભારી સચિવશ્રી સંદિપકુમાર શાંતાબા ગજેરા હોસ્પિટલની મુલાકાતે

  • કોરોનાની મહામારીને પહોંચી વળવા સરકાર દ્વારા અમરેલીનો હવાલો જેમને સોંપાયો છે તે 

અમરેલી, કોરોનાની મહામારીને પહોંચી વળવા સરકાર દ્વારા અમરેલીનો હવાલો જેમને સોંપાયો છે તે અમરેલી જિલ્લાના પ્રભારી સચિવશ્રી સંદિપકુમાર શાંતાબા ગજેરા હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા પ્રભારી સચિવની સાથે કલેકટરશ્રી આયુષ ઓક, ડીડીઓ શ્રી તેજસ પરમાર, શાંતાબા ગજેરા હોસ્પિટલના કેમ્પસ ડાયરેક્ટર શ્રી પીન્ટુ ધાનાણી, શાંતાબા ગજેરા મેડીકલ કોલેજના ડીન ડો. વિકાસ સિંહા, ગજેરા હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. જીતીયા, આસીસ્ટન્ટ ડો. શોભનાબેન મહેતા, ઇન્ચાર્જ સિવીલ સર્જન ડો. ધારાબેન જોષી જોડાયા હતા.
અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલની વ્યવસ્થાથી પ્રભારી સચિવએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને મેડીકલ કોલેજ તથા હોસ્પિટલ કેમ્પસની વ્યવસ્થા જોઇ આનંદ વ્યક્ત કર્યો હતો તેમણે પોતે અમરેલી ફરજ બજાવી ચુક્યા હતા તે સમયની હોસ્પિટલની હાલત અને હાલની હાલતની સમીક્ષા કરી વર્તમાન વ્યવસ્થાથી આનંદ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીને પહોંચી વળવા સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવાઈ રહયા છે ત્યારે હાલની પરિસ્થિતિમાં અમરેલી જીલ્લામા પણ કોવિડ-19 સંક્રમણને કન્ટ્રોલમાં રાખવા માટે અમરેલીના પ્રભારી સચિવ સંદીપ કુમાર અને કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા ડેજીગનેટેડ કોવિડ કેર સેન્ટર રાજુલાની મુલાકાત લઈ મેનપાવર,લોજીસ્ટિક,કોવિડ વોર્ડ સહિતની વિવિધ બાબતોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સુચનો આપેલ અને બહોળા પ્રમાણમાં લોકો કોવિડ રસીકરણ કરાવે તેમજ માસ્ક,હેન્ડ સેનીટાઈઝર અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે લોકોને કામ કરવા અને કોવિડ-19ના કોઈ શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા પ્રભારી સચિવ સંદીપ કુમાર અને કલેકટરશ્રી આયુષ ક દ્વારા જણાવેલ તેમજ પ્રાંત અધિકારી કે.એસ.ડાભી અને રસીકરણ અધિકારી ડો.આર.કે.જાટના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન. વી.કલસરિયા,અધિક્ષક પી.જી.રાબડીયા,આર.એમ.ઓ.ડો.શક્તિરાજસિંહ ખુમાણ સહિતના આરોગ્ય સ્ટાફ દ્વારા કોવિડ -19ના સંક્રમણને અટકાવવા માટે કટિબદ્ધ હોવાનું જણાવેલ છે.