પ્રભાસની ફિલ્મના એક સીન શૂટ માટે અધધ..૧.૫ કરોડ ખર્ચ કરવામાં આવ્યો

‘બાહુબલી તરીકે પ્રખ્યાત પ્રભાસ અને પૂજા હેગડેની આગામી ફિલ્મ રાધે શ્યામનું એક ટીઝર ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થયું હતું. તેમાં ફિલ્મનો મેઈન એક્ટર પ્રભાસ અને અભિનેત્રી પૂજા હેગડેને થોડીક સેકંડ માટે બતાવવામાં આવી છે. સીન રેલવે સ્ટેશનનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સીનને શૂટ કરવા માટે ૧.૫ કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.

હવે ફેન્સને સવાલ ઉભો થાય છે કે આટલી મોટી રકમ કેમ ખર્ચવામાં આવી. તો એવું છે કે આ સીન શૂટ કરવા માટે ફિલ્મની ટીમને ઇટલીના શહેર રોમ જવું પડ્યું હતું, પરંતુ કોરોના મહામારી પછી લોકડાઉન લાદવાને કારણે આવું શક્ય બન્યું ન હતું. આવી સ્થિતિમાં ફિલ્મ નિર્માતાઓએ ભારતમાં જ ઇટલી શહેરના રોમ જેવો સેટ બનાવવો પડ્યો.

આ ફિલ્મના શૂટિંગ માટે તેનો સેટ હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં બનાવવામાં આવ્યો હતો, જેની સંપૂર્ણ જવાબદારી આર્ટ ડિરેક્ટર રવિંદર રેડ્ડીને સોંપવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સેટ તૈયાર કરવામાં લગભગ ૧ મહિનાનો સમય લાગ્યો છે. તેલુગુમાં રિલીઝ થયેલી આ ફિલ્મનું ટીઝર અત્યાર સુધીમાં ૮૧ મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે. વીડિયોમાં સૌથી પહેલાં એક ટ્રેન જોવા મળી છે. ટ્રેન જંગલમાંથી પસાર થઈ રહી છે. પ્રભાસ અને પૂજા હેગડે રોમના સ્ટેશન પર જાહેરમાં લોકો વચ્ચે લર્ટ કરતા જોવા મળે છે. આ ફિલ્મ આ વર્ષે ૩૦ જુલાઈ સુધી થિયેટરોમાં આવી જશે એવું કહેવામાં આવી રહૃાું છે.