પ્રભાસની ફિલ્મ ‘આદિપુરૂષમાં સૈફ અલી ખાન બનશે ‘રાવણ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન ફરી એક વખત ખલનાયકના રોલમાં નજરે પડશે. તે પ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરૂષમાં રાવણનો રોલ કરશે. આ ફિલ્મને ઓમ રાઉત ડાયરેક્ટ કરી રહૃાા છે. ઓમ રાઉતની સાથે સૈફ અલી ખાનની આ બીજી ફિલ્મ છે. આ પહેલા સૈફ ફિલ્મ તાનાજ: ધ અનસંગ વોરિયરમાં ખલનાયકનો રોલ ભજવ્યો હતો. ફિલ્મને ટી-સિરીઝ પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મમાં લીડ રોલમાં પ્રભાસ છે.
તે રામના રોલમાં છે. મૂવી ૩માં હશે. આ ફિલ્મને હિન્દી સહિત ૫ ભાષાઓમાં બનાવવામાં આવશે. એક ખાનગી સમાચાર પત્રના કહેવા મુજબ સૈફ અલી ખાને આ રોલ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ઓમી દાદાની સાથે ફરી કામ કરવા માટે ઉત્સુક છું. તેમની પાસે ગ્રૈંડ વિઝન અને ટિકનિકલ નોલેજ છે. હું પ્રભાસની સાથે કામ કરવા માટે પણ ઉત્સુક છું. સાથે સાથે દાનવનો રોલ કરવા માટે એક્સાઈટેડ છું.
આ ફિલ્મને લઈને પ્રભાસે કહૃાું હતું કે દરેક રોલ અને દરેક ચરિત્ર પોતાના પડકારોની સાથે આવે છે. પરંતુ આ પ્રકારના રોલ નિભાવવા માટે એક મોટી જવાબદારી અને ગૌરવ આવે છે. હું આપણા મહાકાવ્યના આ પાત્રને નિભાવવા માટે ખુબ જ એક્સાઈટેડ છું. ખાસ કરીને જે પ્રકારે ઓમે આ ડિઝાઈન તૈયાર કરી છે. મને આશા છે કે આપણા દૃેશના યુવાનોને અમારી ફિલ્મ ચોક્કસ પસંદ આવશે.