પ્રશાંત ભૂષણનો સુપ્રીમ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માગવાનો નનૈયો

  • તેઓ તેમની વાત પર કાયમ રહેવા માગે છે

    વરિષ્ઠ વકીલ અને સામાજીક કાર્યકર્તા પ્રશાંત ભૂષણએ અવમાનના કેસ મામલે સુપ્રીમ કોર્ટની બિનશરતી માફી માગવાથી ઈનકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે તેમના નિવેદન સાવનાપૂર્ણ હતા અને જો તેઓ માફી માગે છે તો આ તેમની અંતરાત્મા અને તે ઈન્સ્ટીટ્યૂટની અવમાનના હશે જેમાં તેઓ સૌથી વધારે વિશ્ર્વાસ રાખે છે.
    પ્રશાંત ભૂષણે સપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કરતા જણાવ્યું કે, મારા ટ્વીટ્સ સાવનાપૂર્વક વિશ્ર્વાસ અંતર્ગત કરવામાં આવ્યા હતા જેના પર તેઓ આગળ પર કાયમ રહેવા માગે છે. આ માન્યતાઓ પર અભિવ્યક્તિ માટે શરતી કે બિનશરતી માફી માગવી નિષ્ઠાહીન હશે.
    તેમણે જણાવ્યું કે, જો હું આ કોર્ટની સમક્ષ પોતાની વાત પરથી ફરી જાઉં તો મારા મતે જો હું એક ઈમાનદાર માફીની રજૂઆત કરું છું તો મારી નજરમાં મારા અંત:કરણની અવમાનના હશે અને તે સંસ્થાની જેનું હું સૌથી વધારે સન્માન કરું છું.
    ભૂષણે જણાવ્યું કે, મારા મનમાં સંસ્થા માટે સર્વોચ્ચ સન્માન છે. મેં સુપ્રીમ કોર્ટ કે પછી કોઈ સીજેઆઈનું અપમાન કરવા માટે નહીં પરંતુ રચનાત્મક ટિકાની રજૂઆત કરી હતી જે મારું કર્તવ્ય છે. મારી ટિપ્પણી રચનાત્મક છે અને બંધારણના રક્ષક અને લોકોના અધિકારોના રક્ષક તરીકે હું મારી દૃીર્ઘકાલીન ભૂમિકાથી સુપ્રીમ કોર્ટને ભટકવાથી રોકવા માટે છે.