પ્રાથમિક, માધ્ય.- ઉચ્ચ માધ્ય.શાળાઓમાં હોમ લર્નીગ શિક્ષણ અપાશે

અમરેલી,
રાજ્યમાં કોરોના વાયરસની હયાત પરિસ્થિતીને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હોમ લર્નીગ સીસ્ટમથી શિક્ષણ આપવા પરિપત્ર કર્યો છે તે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં તા. 8 જુનથી પ્રવેશ કામગીરી શરૂ થશે એ ઉપરાંત વિદ્યાર્થીઓને તા.8 થી 13 સુધીમાં પુસ્તકો મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવા રાજ્ય સરકાર તરફથી પરિપત્ર જાહેર થયો છે. સોશ્યલ ડીસ્ટન્સનું સંપુર્ણ પાલન કરી જરૂરી વ્યવસ્થા કરવા બહાર પાડયા મુજબ તા.30 જુન સુધી વિદ્યાર્થીઓ માટે શાળામાં આવવાનું રહેશે નહી પરંતુ તેઓને ઘર બેઠા અભ્યાસ ક્રમ મુજબ શૈક્ષણિક પ્રવૃતીઓ મળી રહે તે મુજબ હોમ લર્નીગ પ્રક્રિયા શરૂ કરવા સાહિત્ય ઓનલાઇન એજ્યુકેશન મોબાઇલના ઉપયોગ દ્વારા ટેલીવીઝનના માધ્યમથી જરૂરી પ્રબંધ કરવાનો રહેશે તા.15 જુનથી ડીડી ગીરનાર ચેનલ પરથી બાળકો માટેના શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવશે જેનો સમયપત્રક જીસીઇઆરટી અને ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવશે પ્રસારણની તમામ વિદ્યાર્થીઓને જાણ થાય તેવી વ્યવસ્થા કરવા અને બાળકો દુર વર્તી શિક્ષણનો મહતમ લાભ ઉઠાવે તેથી વાલીઓને પણ અપીલ કરી છે ધો. 3 થી 5 માટે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ધો. 6 થી 8 માટે જીસીઇઆરટી દ્વારા અને ધો. 10 અને 12 માટે માધ્યમિક બોર્ડ દ્વારા ઓડીયો વીઝયુઅલ લર્નીગ કોન્ટેકટ તૈયાર કરવા પરિપત્રમાં આદેશ કર્યો છે તેમ શિક્ષણ વિભાગના ઉપસચિવ સુબોધ જોષીએ પરિપત્રમાં જણાવ્યું છે.