પ્રિયંકાએ રણવીર સિંહને પૂછી લીધી ઘર અંદરની વાત, તો અભિનેતાએ આપ્યો જોરદાર જવાબ

બોલિવૂડ અને હોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું ‘અનફિનિશ્ડ’ પુસ્તક ૯ ફેબ્રુઆરીના રોજ રીલિઝ થયું છે. રિલીઝ થયા પછીથી જ પ્રિયંકા તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ પુસ્તકમાં તેમણે તેમના જીવનના ઘણા મનોરંજક ઘટસ્ફોટ કર્યા છે. પ્રિયંકા પોતાના પુસ્તકના પ્રમોશન માટે વર્ચુઅલ મીડિયાની સાથે સોશિયલ મીડિયાની પણ મદદ લઈ રહી છે. પ્રિયંકાએ સોનાલી બેન્દ્રે, લીલી સિંઘ અને લેખક ગ્લેનન ડોઇલ સાથે ઓનલાઇન ચર્ચા કરી છે. હવે તેણે બોલિવૂડ એક્ટર રણવીર સિંહ સાથે તેમના પુસ્તકનું વર્ચુઅલ પ્રમોશન પણ કર્યુ હતું. પ્રિયંકા ચોપરાએ રણવીર સિંહ સાથે વર્ચુઅલ રીતે તેના પુસ્તક વિશે વાત કરવા સામેલ થઈ હતી.

આ દરમિયાન રણવીર સિંહની પત્ની અને અભિનેત્રી દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ વિશે પણ વાતો કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલા એક વીડિયોમાં રણવીરે પ્રિયંકાને કહૃાું છે કે દરેકને નિક જીજુ વિશે વધુ જણાવો. પ્રિયંકા કહે છે કે તે નિકની સારી મિત્ર છે. આ વાતચીતમાં રણવીર કહે છે કે ડિસેમ્બર ૨૦૧૮માં પ્રિયંકા લગ્નના રિસેપ્શનમાં નિક જોનાસને મળી હતી.

તે માણસ ખરેખર મહાન અને સજ્જન છે. અમે સાથે મળીને ઘણી મસ્તી કરી છે. આ વચ્ચે જ પ્રિયંકાએ રણવીરને પૂછ્યું કે શું તે ક્યારેય દીપિકાના કબાટમાંથી કપડા ચોર્યા છે? આ સવાલ પર રણવીરે ના પાડી અને કહૃાું કે એ મારા કપડા ચોરી કરે છે. પ્રિયંકાએ કહૃાું કે ‘મે નિકના કપડા ચોર્યા છે અને મને લાગ્યું હતું કે તમે બંને પણ આવું કામ કરતાં હશો. પ્રિયંકા ચોપડા અને રણવીર સિંહે બાજીરાવ મસ્તાની, ‘દિલ ધડકને દો’માં સાથે કામ કર્યું છે.