પ્રિયંકા ચોપડાનો વિચિત્ર ડ્રેસ ચર્ચામાં, યૂઝરે સુતળી બોમ્બ અને માછલી સાથે કરી તુલના

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા એક્ટીંગની સાથે સાથે તેની ફેશન સેન્સ માટે પણ એટલી જ જાણીતી છે. જો કે ક્યારેક એવા કપડા પહેરી લે છે જેના કારણે તે ટ્રોલ થવા લાગે છે. હાલમાં પ્રિયંકાએ આવો જ એક ડ્રેસ પહેરી લીધો હતો જેના કારણે પ્રિયંકાની ખુબજ મજાક ઉડી સોશિયલ મીડિયા પર તેના મીમ્સ બનવા લાગ્યા. જોક્સ અને મીમ્સને પ્રિયંકાએ પણ સહજતાથી લીધા અને સોશિયલ મીડિયા પર શેર કર્યા. પ્રિયંકાએ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ મીમ્સ શેર કર્યા છે. આ મીમમાં પ્રિયંકા બ્લોહોર્ન તરીકે જોવામાં આવે છે.

તો કેટલાક તેને પોકેમોન તો પ્રિયંકામોન નામ આપ્યુ છે. તો કોઇને પ્રિયંકા ક્રિકેટ બોલના શેપમાં દેખાઇ રહી છે. જેને વિરાટ કોહલી કેચ કરી રહૃાો છે. એક મીમે પફર ફીશ નવી વેરાયટીના રૂપે જોવામાં આવે છે. એક મીમે પ્રિયંકાને હોટ એયર બલૂનની જેમ દર્શાવ્યુ છે. પ્રિયંકાએ તેના ટ્વિટર અકાઉન્ટથી આ મીમ્સ શેર કર્યુ છે. તેણે મીમ્સ સાથે એક ટ્વીટ કર્યુ છે જેમા લખ્યુ કે મારો દિૃવસ બનાવવા માટે આભાર દૃોસ્તો. પ્રિયંકાના આ ટ્વીટ પર દૃોઢ હજારથી વધુ લાઇક્સ આવી ગયા છે.

તો એક મીમરે પ્રિયંકાની આ તસવીર શેર કરીને લખ્યુ કે જ્યારે મા કહે છે બોરીય-બિસ્તરા બાંધીને નીકળી જા અહીં થી. આ કોસ્ચ્યુમમાં આવુ જ લાગી રહૃાુ છે. તમે હસવુ નહી રોકી શકો. પ્રિયંકા હાલ તેના પુસ્તક અનફિનિશ્ડને લઇને ચર્ચામાં છવાયેલી છે. અભિનેત્રીએ હાલમાં તેની બુક લોન્ચ કરી છે, જેમાં તેણે પર્સનલ લાઇફને લઇને ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. પ્રિયંકાએ હાલમાં નેટલિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગરમાં રાજકુમાર રાવ સાથે મુખ્ય ભૂમિકા કરી હતી.