પ્રિયંકા ચોપરાએ કબુલ્યું, કહૃાું- મને લાગતું હતું કે ડાર્ક સ્કિન સુંદર નથી હોતી

પ્રિયંકા ચોપરાને ભૂતકાળમાં ફેરનેસ ક્રીમને સપોર્ટ કરવાનો અફસોસ છે. તેના જણાવ્યા મુજબ, તેને લાગતું હતું કે ડાર્ક સ્કિન સુંદર નથી હોતી. પ્રિયંકાની બુક ’અનફિનિશ્ડ’ રિલીઝ માટે તૈયાર છે જેમાં તેણે પોતાના જીવન અને કરિયરની ઘણી ઘટનાઓ અને ઓબ્ઝર્વેશન વિશે જણાવ્યું છે. તેની બુક ફેબ્રુઆરીમાં પબ્લિશ થશે. પોતાની બુકમાં પ્રિયંકાએ એન્ટરટેનમેન્ટની દુનિયામાં પોતાના ૧૦ વર્ષના લાંબા કરિયરના અમુક ઓબ્ઝર્વેશન, પર્સનલ કિસ્સા અને સ્ટોરીને કમ્પાઈલ કરી છે. તેણે જણાવ્યું કે તે પહેલાં ફેરનેસ ક્રીમને સપોર્ટ કરતી હતી અને તેને તે વાતનો ઘણો અફસોસ છે.

પ્રિયંકાએ કહૃાું કે, ’સ્કિન લાઈટિંનગ’ સાઉથ એશિયામાં ઘણી સામાન્ય વાત છે, તેને ઘણા મોટા પાયે કરવામાં આવે છે. હકીકતમાં જો તમે ફિલ્મ એક્ટર હોય તો આ કરવું ઇન્ડસ્ટ્રીમાં એક ચેક માર્ક હોય છે. પણ મારા માટે આ ઘણું બિહામણું હતું. હું બાળપણમાં ફેસ પર ટેલ્કમ પાઉડર ક્રીમ લગાવતી હતી કારણકે મારું માનવું હતું કે ડાર્ક સ્કિન સુંદર નથી હોતી. પ્રિયંકાએ આ પહેલાં ૨૦૧૫માં આ જ મુદ્દે વાત કરી હતી જ્યારે બરખા દત્તે તેને આ બાબતે પૂછ્યું હતું. ત્યારે તેણે કહૃાું હતું કે, ’મને આ ઘણું ખરાબ લાગ્યું,

માટે મેં તે બંધ કરી દીધું.’ ’મારા બધા કઝીન રૂપાળા છે, હું શ્યામ પેદૃા થઇ ગઈ છું કારણકે મારા પિતા શ્યામ હતા. મારા પંજાબી પરિવારવાળા મને ’કાલી, કાલી, કાલી’ કહીને ખીજવતા હતા. ૧૩ વર્ષની ઉંમરે હું ફેરનેસ ક્રીમ લગાવવા ઇચ્છતી હતી અને ઇચ્છતી હતી કે મારો રંગ બદલી જાય.’