પ્રિયંકા ચોપરા બાદ બોલિવૂડ અભિનેત્રી જૈકલિન ફર્નાંડિસ હોલિવૂડમાં મચાવશે ધૂમ

પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ બાદ હોલિવૂડ ડેબ્યુ લિસ્ટમાં વધુ એક બોલિવૂડની અભિનેત્રીનું નામ જોડાઈ ગયું છે. એક્ટ્રેસ જૈકલિન ફર્નાંડિસ ફિલ્મ વુમન સ્ટોરીઝથી હોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. ફિલ્મ વુમન સ્ટોરિઝમાં અલગ અલગ ઓનરની ૬કહાની હશે જેમા એક સ્ટોરીમાં જેક્વેલિન ફર્નાડિસ હશે. આ ફિલ્મનું નિર્દૃેશન લીના યાદવ કરી રહી છે. લીના યાદવ આ પહેલા પાર્ચ્ડ, રાજમાં ચાવલ અને તીન પત્તી જેવી ફિલ્મ બનાવી ચુકી છે. સામે આવી રહેલા રિપોર્ટ અનુસાર જૈકલિનના પાર્ટનું નામ શેયિંરગ અ રાઈડ છે.

તેમા તે ટ્રાન્સજેન્ડર મોડેલ અંજલિ લામાના રોલમાં જોવા મળશે. વુમન સ્ટોરીઝનુ શૂિંટગ ઈટાલી, ભારત અને અમેરિકામાં થશે. ફિલ્મને લોંગિક સમાનતાને પ્રમોટ કરનારી સંસ્થા વી ટૂ ટૂગેદર સપોર્ટ કરી રહી છે. જેકિલન આ પહેલા ૨૦૧૫માં આવેલી બ્રિટિશ ફિલ્મ ડેફિનિશન ઓફ ફિચરમાં કામ કરી ચુકી છે. જે હોરર-થ્રિલર હતી. ૫ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ દિલ્હી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી હતી.

૨૦૦૯માં ફિલ્મ અલાંદીનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ જેકલિન બોલિવૂડની ટોપ એક્ટ્રેસમાની એક છે. જેકલિન મોડિંલગથી ફિલ્મી દુનિયામાં પ્રવેશી હતી. બોલિવૂડ પ્રોજેક્ટની વાત કરીએ તો અક્ષય કુમાર સાથે બચ્ચન પાંડેમાં કામ કરી રહી છે. તો બીજી તરફ જોન અબ્રાહમની અટેકમાં પણ જેકલિન જોવા મળશે. જેકલિન ફિલ્મ ભૂત પોલીસનો પણ ભાગ છે.