પ્રિયંકા તથા રાજકુમાર રાવ સ્ટારર ’ધ વ્હાઈટ ટાઈગર’નું ટ્રેલર રિલીઝ

  • ફિલ્મ નેટલિક્સ પર ૨૨ જાન્યુઆરીએ સ્ટ્રીમ થશે

 

પ્રિયંકા ચોપરા તથા રાજકુમાર રાવ સ્ટારર ’ધ વ્હાઈટ ટાઈગર’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ નેટલિક્સ પર ૨૨ જાન્યુઆરીએ સ્ટ્રીમ થશે. આ ફિલ્મ ૨૦૦૮માં અરિંવદ અડિગાની આવેલી નોવલ ’ધ વ્હાઈટ ટાઈગર’ પરથી બનાવવામાં આવી છે. આ નોવલે ૪૦મું બુકર પ્રાઈઝ જીત્યું હતું. ટ્રેલર પરથી ખ્યાલ આવે છે કે ફિલ્મમાં સામાજિક ભેદભાવની વાત કરવામાં આવી છે. ટ્રેલરમાં ગરીબી, જાતિ, ધર્મ, રાજકારણ, ભ્રષ્ટાચારની વાત કરવામાં આવી છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે હલવાઈ બલરામ એક દિવસ રાજકુમાર રાવને જુએ છે અને તેને લાગે છે કે આ જ વ્યક્તિ તેનું જીવન બદલી નાખશે.
રાજકુમાર રાવ તથા પ્રિયંકા ચોપરા વર્ષોથી અમેરિકામાં રહેતા હોય છે અને પછી તેઓ ભારત પરત ફરે છે. બલરામ ગમે તેમ કરીને પ્રિયંકા-રાજકુમારના ઘરે પહોંચી જાય છે. અહીંયા તે ડ્રાઈવરની નોકરી કરવા લાગે છે. અચાનક એક દિવસ એક ઘટના બને છે અને આ ત્રણેયનું જીવન બદલાઈ જાય છે. રાજકુમાર તથા પ્રિયંકાનો પરિવાર બલરામને અકસ્માત કેસમાં ફસાવી દે છે. જોકે, બલરામે પણ તેમની વિરુદ્ધ કંઈક અલગ જ પ્લાન કર્યો છે. આ ઘટનાથી બલરામનું જીવન બદલાઈ જાય છે.
ફિલ્મમાં બલરામનો રોલ આદર્શ ગૌરવે પ્લે કર્યો છે. ફિલ્મને રામિન બહરાનીએ ડિરેક્ટ કરી છે. પહેલી જ વાર પ્રિયંકા ચોપરા તથા રાજકુમાર રાવે સાથે કામ કર્યું છે. ચાહકોને ટ્રેલર ઘણું જ પસંદ આવ્યું છે. પ્રિયંકાના સસરા પોલ કેવિન જોનાસ સીનિયરને પણ આ ટ્રેલર ગમ્યું હતું. તેમણે કહૃાું હતું કે તેમને તેમની વહુ પર ગર્વ છે. પ્રિયંકાનો પતિ પણ ટ્રેલરથી પ્રભાવિત થયો છે. પ્રિયંકા ચોપરાની ફિલ્મ ’ઈઝટ ઈટ રોમેન્ટિક’ના કો-સ્ટાર એડમે પણ ટ્રેલરના વખાણ કર્યાં હતાં.