પ્રેક્ટિસ દરમિયાન ચહલને બોલ વાગતા ચાહકોએ કહૃાું- હવે લગ્ન કેન્સલ

૧૯ સપ્ટેમ્બરથી યુએઈમાં આઈપીએલનો આગાજ થવાનો છે. અને કોરોના કાળમાં પણ આઈપીએલનો ખિતાબ જીતવા માટે દરેક ટીમ ભારે મહેનત કરીને પ્રેક્ટિસમાં પસીનો વહાવી રહી છે. આઈપીએલની પહેલી મેચ ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે થવાની છે. આઈપીએલની તડામાર તૈયારીઓ કરતાં દરેક ટીમનાં ખેલાડીઓ દિવસ-રાત મહેનત કરી રહૃાા છે. તેવામાં ચહલને પ્રેક્ટિસ દરમિયાન બોલ વાગતાં લોકોએ સોશિયલ મીડિયામાં ભારે મજાક ઉડાવી હતી.
યુઝવેન્દ્ર ચહલે યુએઈ જતાં પહેલાં પોતાની સગાઈની જાહેરાત કરી હતી. અને બાદમાં યુએઈ પહોંચીને ક્વોરન્ટીન સમય પૂરો કરી તે પ્રેક્ટિસ માટે મેદાનમાં પરત ફર્યો હતો. પણ આરસીબીના ડીવિલયર્સ સાથે પ્રેક્ટિસ દરમિયાન ચહલને પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. બધા સાથી ક્રિકેટર્સની મજાક ઉડવાતાં ચહલના આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં લોકોએ તેની મજાક ઉડાવી લીધી હતી.
પ્રેક્ટિસ દરમિયાન પણ મજાકિયા અંદાજમાં રહેલાં ડીવિલિયર્સ અને ચહલ કેચિંગની પ્રેક્ટિસ કરી રહૃાા હતા. તેવામાં મજાક મજાકમાં એબીડીએ ટેનિસ રેકેટ વડે જોરથી શોટ માર્યો હતો. પણ ચહલ સમયસર કેચ પકડી શક્યો ન હતો અને બોલ તેના પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો હતો. જે બાદ તે ગ્રાઉન્ડ પર જ સૂઈ ગયો હતો. આ જોઈ સોશિયલ મીડિયામાં લોકોએ કહૃાું કે, હવે તેનાં લગ્ન કેન્સલ.