પ્રેગ્નન્સીના સમાચારો પર ઈશિતા દત્તાએ કહૃાું, ‘આ બેબી બંપ નથી, મીઠાઈને લીધે પેટ વધી ગયું છે

હાલ એક્ટ્રેસ ઈશિતા દત્તા પ્રેગ્નન્ટ હોવાની વાતો થઇ રહી છે. ઈશિતાએ કરવા ચોથ પર પતિ વત્સલ સેઠ સાથેના સુંદર ફોટોઝ શેર કર્યા હતા જેમાં એક્ટ્રેસનો બેબી બંપ ચોખ્ખો દેખાઈ રહૃાો હતો. આ ફોટો જોયા પછી યુઝર્સ તેને અભિનંદન પાઠવવા લાગ્યા. આ બધા સમાચારોને અફવા કહી ઈશિતાએ જ ચોખવટ કરી છે. ઈશિતાએ સ્પોટબોય વેબસાઈટ સાથે વાતચીત દરમિયાન કહૃાું કે, ‘આ સમાચાર વાઈરલ થઇ જતા મને ઘણા બધા ફોન આવી રહૃાા છે.
હું તમને કહી ના શકું એટલા બધા કોલ્સનો વરસાદ થઇ ગયો. મને ફેમિલીવાળા ફોન કરીને અભિનંદન પાઠવી રહૃાા છે. પરંતુ હકીકત એ છે કે હું પ્રેગ્નન્ટ નથી. કરવા ચોથના ફોટોમાં દેખાઈ રહેલા બેબી બંપ વિશે ઈશિતાએ કહૃાું કે, ‘બહુ બધી મીઠાઈઓ ખાવાથી પેટ બહાર આવી ગયું છે. મને લોકો પ્રેગ્નન્ટ સમજી રહૃાા છે. લાગે છે કે વર્કઆઉટ શરુ કરવું પડશે. હવે જીમ ખુલી ગયા છે તો એક મહિના પછી ફરીથી શેપમાં આવી જઈશ.
હાલમાં જ ઈશિતા અને વત્સલ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને વિરાટ કોહલી સાથે એક એડમાં દેખાઈ રહૃાા છે તેમાં એક્ટ્રેસ પ્રેગ્નન્ટ છે. આના વિશે ઈશિતાએ કહૃાું કે, ‘હા, તે એડમાં હું પ્રેગ્નન્ટ મહિલાનો રોલ પ્લે કરી રહી છું, પણ હું પ્રેગ્નન્ટ નથી. મને લાગે છે કે લોકોને ખોટી માહિતી મળી છે. વધુમાં ઈશિતાએ જણાવ્યું કે,‘ ઘણા બધા સેલેબ્સે પ્રેગ્નન્સીના ન્યૂઝ શેર કર્યા છે આથી લોકોને લાગે છે કે આ પ્રેગ્નન્ટ થવાની સીઝન છે. હું તે લોકો માટે ખુશ છું પણ હું પોતે પ્રેગ્નન્ટ નથી.