સેલેબ્સના મોતની ખોટી અફવા ફેલાવી એ અત્યારે એક ટ્રેન્ડ બની ગયો છે. આવું દિગ્ગજ એક્ટર પ્રેમ ચોપરાની સાથે પણ થયું છે. દિગ્ગજ એક્ટર પ્રેમ ચોપરાને લઈને તાજેતરમાં અફવા ઉડી હતી કે તેમનું નિધન થઈ ગયું છે. જેના કારણે પ્રેમ ચોપરા અને તેમના પરિવારના સભ્યોને બુધવાર સવારથી ઘણા લોકોના કોલ્સ અને મેસેજ કરીને પૂછવા લાગ્યા કે પ્રેમ ચોપરા જીવે છે? તેના કારણે એક્ટર અને તેમના પરિવારને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હવે એક ઈન્ટરવ્યુમાં પ્રેમ ચોપરાએ પોતાની મૃત્યુની અફવા પર પ્રતિક્રિયા આપતા કહૃાું કે તેમની તબિયત એકદમ સ્વસ્થ છે. પ્રેમ ચોપરાએ જણાવ્યું કે, આ ઘણું દૃુ:ખદ છે અને કેમ ન હોય! કોઈ ખોટી રીતે લોકોને એ વાત જણાવી રહૃાું છે કે હું હવે જીવતો નથી, પરંતુ અહીં હું તમારી સાથે વાત કરી રહૃાો છું અને એકદમ સ્વસ્થ છું. મને સવારે આ વિશે ઘણા લોકોના કોલ્સ આવ્યા છે. પ્રેમ ચોપરાએ વધુમાં જણાવ્યું કે, રાકેશ રોશને મને ફોન કર્યો હતો. આમોદ મહેરા (ટ્રેડ એનાલિસ્ટ)એ ફોન કર્યો. મને આશ્ર્ચર્ય છે કે મારી સાથે આવું કોણે કર્યું. સાથે હું તમને જણાવી દઉં કે કોઈએ મારા ખાસ મિત્ર જીતેન્દ્રની સાથે પણ આવું જ કર્યું હતું. આ લગભગ ચાર મહિના પહેલા થયું હતું. આ પ્રકારની હરકતો તરત અટકાવી જરૂરી છે. પ્રેમ ચોપરા અને તેમની પત્ની ઉમા ચોપરાને આ વર્ષે જાન્યુઆરીમાં કોરોના થયો હતો. જેના પછી બંનેને મુંબઈની બ્રાંદ્રા સ્થિત લીલાવતી હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડૉ જલીલ પારકરે બંનેની સારવાર કરી હતી. સારવાર પછી બંને એકદમ સ્વસ્થ થઈ ગયા હતા. જો કે આ પહેલી વખત નથી જ્યારે કોઈ એક્ટરના મૃત્યુની અફવા ફેલાવી હોય, આ અગાઉ પમ ઘણા એક્ટર્સની સાથે આવું થઈ ચૂક્યું છે. પ્રેમ ચોપરાની વાત કરીએ તો તેઓએ ઘણી હિન્દૃી ફિલ્મો અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને પોતાની ૬૦ વર્ષની કરિયરમાં ૩૮૦ ફિલ્મોમાં કામ કર્યું. વિલનના રોલમાં તેઓ ઘણા પોપ્યુલર હતા. પોતાની દમદૃાર એક્ટિંગના કારણે તેમને ઘણા લોકોના દિલ જીત્યા છે અને ઘણા એવોર્ડ્સ પણ મળ્યા છે.